રાજકોટમાં ST બસ અને કારના અકસ્માતમાં, ચાર ડોક્ટરના મૃત્યુ…

160

ગુજરાતમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે ત્યારે ગઈકાલે એક ચોકાવનારું અકસ્માત થયું છે. ગઈકાલે રાજકોટ કાલાવાડા રોડ ઉપર મેટોડા GIDC નજીક બપોરના 1 વાગ્યા આસપાસ કાર અને એસટી બસનું ગંભીર અકસ્માત સર્જાયો હતું.

મળતી માહિતી મુજબ આ અકસ્માત દરમિયાન કારમાં બેઠેલા 4 ડોક્ટરના મૃત્યુ થયા છે. આ અકસ્માતમાં એક ડોક્ટર નું નામ ફોરમ હર્ષભાઇ ધ્રાંગધરીયા  હતુ, જેની ઉંમર 22 વર્ષની હતી. મળતી માહિતી મુજબ તે કોઠારીયા રોડ નંદા હોલ પાસે નગરમાં રહેતી હતી. તે કોલેજના ચોથા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને તેને એક ભાઈ પણ હતો.

જ્યારે પરિવારને દીકરીના નિધનની ખબર પડી ત્યારે પરિવારમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. ત્યારે બીજા મુત્યુ પામેલા ડોક્ટરનું નામ આદર્શભારતી પ્રવીણભારતી ગૌસ્વામી જેની ઉંમર 22 વર્ષની હતી અને તે બે ભાઈ બહેનમાં નાનો હતો.

ત્રીજા મૃત્યુ પામેલા ડોક્ટરનું નામ નિશાંત નીતિનભાઈ દાવડા તેની ઉંમર 23 વર્ષની હતી. તે નેહરુ નગર વિસ્તારમાં રહેતી હતી. આ ઉપરાંત ચોથા મૃત્યુ પામેલા ડોક્ટરનું નામ ફોરમ હસદભાઇ ધ્રાગધરીયા જેની ઉંમર 21 વર્ષની હતી.

મળતી માહિતી મુજબ પાયો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝીટે થી આવ્યા હતા.

ત્યારે જ્યાંથી પરત ફરતી વખતે તેઓ ની કાર નો અકસ્માત એસ.ટી.બસ સાથે થયું હતું અને અકસ્માતમાં ચાર વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ ઉપરાંત ગઈકાલે કારમાં બેઠેલા ત્રણ વિદ્યાર્થીઓને ગંભીર ઇજા પહોંચી છે. અકસ્માત થયા બાદ શહેરની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર અકસ્માતની જાણે લીધી હતી. તપાસ દરમિયાન મૃત્યુ પામેલા ત્રણેય વિદ્યાર્થીઓના નામ સામે આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!