હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારું પણ કાળજુ કંપી ઉઠશે. આ ઘટનામાં ડીજેના તાલ પર નાચી રહેલા પાંચ યુવકોને જોરદાર કરંટ લાગ્યો હતો. પાંચ યુવકો માંથી એક યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે અને હાલમાં તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
આ ઘટનાનો એક વિડિયો પણ સામે આવ્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર કેટલાક લોકો ડીજેના તાલ ઉપર નાખી રહ્યા છે અને કેટલાક લોકો તો ડીજેના વાહન ઉપર ચડીને નાચી રહ્યા છે. આ દરમિયાન એક યુવકનો હાથ વીજળીના વાયર સાથે અડી જાય છે.
જેના કારણે ડીજેના આખા વાહનમાં કરંટ ફેલાઈ ગયો હતો. વાહન ઉપર હાજર લોકો કરંટના કારણે નીચે પડવા લાગ્યા હતા. આ ઘટનામાં એક યુવકને ખૂબ જ ગંભીર કરંટ લાગ્યો હતો, તેથી તેનું કારણ મૃત્યુ થયું હતું. ઉપરાંત 4 યુવકોને કરંટ લાગ્યો હતો. હાલમાં તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
આ ચોકાવનારી ઘટના મહુના સિમરોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. આ ઘટના આજરોજ બપોરે 1:00 વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર મેમરી ગામમાં કેટલાક યુવકો ડીજેના તાલ પર નાચી રહ્યા હતા. ડીજેનું વાહન 11000 KW પાવર લાઈનની નીચેથી પસાર થઈ રહ્યું હતું.
આ દરમિયાન ડીજેના વાહન ઉપર ઉભા થઈને કેટલાક યુવકો ડાન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન એક યુવકનો હાથ પાવર લાઇનને અડી ગયો હતો. જેના કારણે યુવકને કરંટ લાગ્યો હતો અને યુવકને કરંટ લાગતા ડીજેના વાહનમાં કરંટ ફેલાઈ ગયો હતો. જેના કારણે ડીજેના વાહન પર ઉભા રહીને નાચી રહેલા કેટલાક યુવકોને જોરદાર કરંટ લાગ્યો હતો.
ડીજે પર નાચતા-નાચતા મળ્યુ મૃત્યુ…, ડીજે પર નાચતી વખતે કરંટ લાગતા 1 યુવકનું મૃત્યુ, 4 યુવકો ઈજાગ્રસ્ત – જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો… pic.twitter.com/MG486sJUyg
— GUJJU ROCKZ (@gujju_rockz) August 8, 2022
આ ઘટનામાં જોરદાર કરંટ લાગવાના કારણે રોનક નામના યુવકનું મૃત્યુ નીપજ્યું છે. ત્યારે આ ઘટનામાં અન્ય ચાર યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment