કોંગ્રેસમાં અધ્યક્ષ કોણ બનશે તે મુદ્દે ચર્ચા પાર્ટીની કોંગ્રેસ કાર્યકારી સમિતિ (સીડબલ્યુસી) ની બેઠક આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાવાની હતી. આ બેઠક સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી.
કોંગ્રેસ નેતૃત્વ મુદ્દે ચાલુ ચર્ચા વચ્ચે પાર્ટીની કોંગ્રેસ કાર્યકારી સમિતિ (સીડબલ્યુસી) ની બેઠક આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાઈ છે. બેઠક સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી. બેઠક પૂર્વે સોનિયા ગાંધીએ કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં પાર્ટીના વચગાળાના પ્રમુખ પદથી રાજીનામું આપશે.ત્યારથી પાર્ટીને લઈને સવાલો ઉભા થયા છે કે શું રાહુલ ગાંધી ફરીથી અધ્યક્ષ બનવા માટે તૈયાર હશે કે પ્રિયંકા ગાંધી સાથે કોંગ્રેસને પાટા પર લાવવાનો પ્રયાસ કરશે કે ગાંધી પરિવાર સિવાય અન્ય કોઈ નેતાને પાર્ટી ની જવાબદારી અપાશે સૂત્રોએ જણાવ્યું છે કે સોનિયા ગાંધીએ પાર્ટીના અન્ય નેતાઓને નવું પ્રમુખ શોધવા કહ્યું છે. પક્ષના 23 થી વધુ નેતાઓએ એક પત્ર લખીને માંગ કરી છે કે તેમને પૂર્ણ-સમયના અધ્યક્ષ બનાવવામાં આવે.
આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોનિયા ગાંધી ને પત્ર લખનાર 23 જેટલા ધારાસભ્યોને હળવા ગુસ્સામાં ખખડાવ્યા હતા. તેમણે કહ્યું સોનિયા ગાંધીજીની તબિયત ખરાબ છે ત્યારે એ સમયમાં તમારે પત્ર લખવાની શી જરૂર?, સોનિયા ગાંધી પાર્ટીના ભલા માટે અધ્યક્ષ પદનો સ્વીકાર કર્યો હતો.
કોંગ્રેસના નેતા નેતૃત્વ મુદ્દે ચાલી રહેલી બેઠકમાં રાહુલ ગાંધીના આ કડક નિવેદન ને હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચા એ ચડ્યો છે. બેઠક પૂર્ણ થયા બાદ જ ખબર પડશે કે આગામી સમયમાં કોંગ્રેસની કમાન કોણ સંભાળશે.
Be the first to comment