રાજ્યની રૂપાણી સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરે તે પહેલા જ આખી સરકાર બદલી નાખવામાં આવી. રાતોરાત વિજય રૂપાણીનુ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું હાઈ કમાન્ડ દ્વારા લઈ લેવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ મંત્રીઓએ પણ રાજીનામા આપ્યા હતા
અને મુખ્યમંત્રી પદ પરથી વિજય રૂપાણી અને તેમના મંત્રીમંડળના તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા બાદ ભુપેન્દ્ર પટેલની પસંદગી મુખ્યમંત્રી તરીકે કરવામાં આવી હતી.ત્યારબાદ તેમના મંત્રીમંડળના તમામ બિનઅનુભવી ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું.
નો રિપિટ થિયરીથી ભુપેન્દ્ર પટેલ ની સરકારના મંત્રીમંડળની રચના કરવામાં આવી હતી. મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણી 84 દિવસ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચ્યા છે ત્યારે વિજય રૂપાણી ને કોઈ મોટી જવાબદારી સોંપાય તેવી અટકળો તેજ બની છે.
તેમને રાજીનામું આપ્યા બાદ એક મહત્વનું નિવેદન આપ્યું હતું કે, મેં મારી જવાબદારી બાબતે કંઈ પૂછ્યું નથી અને પાર્ટી મને કંઈ કહ્યું નથી. જે જવાબદારી સોંપવામાં આવશે તે હું સ્વીકારીશ ત્યારે પ્રધાનમંત્રી મોદી સાથે રૂપાણી ની
મુલાકાત એક સૂચક માનવામાં આવે છે. વિજય રૂપાણી મુખ્યમંત્રી પદ ગયા બાદ રાજકોટ ભાજપમાં પણ જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. થોડા દિવસ પહેલાં આમંત્રણ પત્રિકા વિવાદ સામે આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment