અમદાવાદમાં ધંધુકામાં 25 જાન્યુઆરીના રોજ કિશન નામના એક યુવાનનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટના ખૂબ જ ગંભીર થઇ ગઇ હતી. આ ઘટના બનતા જ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આરોપીની શોધખોળ કરવા માટે પોલીસને તાત્કાલિક આદેશ આપી દીધો હતો.
આ ઘટનાના બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને આરોપીની ધરપકડ કર્યા બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને લઇને SP વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે, 25 જાન્યુઆરીના રોજ કિશન ભરવાડ નો જીવ લઈ લેવામાં આવ્યો હતો.
આ ઘટના બનતા જ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી હતી. જેમાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં બાઇક ચાલક આરોપીનું નામ ઈમ્તિયાઝ અને બાઇકની પાછળ બેઠેલા આરોપીનું નામ શબ્બીર છે.
આ સમગ્ર ઘટનાને લઇને જાણવા મળ્યું કે, 6 જાન્યુઆરી ના રોજ મૃત્યુ પામનાર કિશન ભરવાડ ફેસબુક પર પોસ્ટ મૂકી હતી. કિશન ભરવાડ મુકેલી આ પોસ્ટ ધાર્મિક લાગણી દુભાતી હોય એવી હતી. આ સમગ્ર ઘટનાને લઇને 9 જાન્યુઆરી ના રોજ મૃત્યુ પામેલા કિશન ભરવાડની વિરોધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.
અને ત્યારબાદ કિશાન ભડવાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ આ કાર્યવાહીથી આરોપી ઈમ્તિયાઝ અને શબ્બીર સંતોષ ના હતા. જેથી આ બંને આ પોસ્ટ ને ધ્યાનમાં રાખીને કિશન ભરવાડનો જીવ લઈ લેવાનું કાવતરું રચ્યું હતું. આ સમગ્ર માહિતી પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવી હતી.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આરોપી શબ્બીરે મુસ્લિમ મૌલવી અને લીડરના પ્રભાવમાં આવીને આ પગલું ભર્યું હતું. મળતી માહિતી અનુસાર કિશાન ભરવાડનો જીવ લઈ લીધા પહેલા આરોપી શબ્બીર 5 દિવસ પહેલા અમદાવાદ ગયો હતો.
ત્યાં એક મૌલવીને તે મળ્યો હતો. તેને મૌલવી પાસેથી કિશન ભરવાડનો જીવ લઈ લેવા માટેનું સાધન માગ્યું હતું. આ ઉપરાંત આ ઘટનામાં હજુ પણ કેટલા આરોપીઓ સામેલ છે અને આ સમગ્ર ઘટનાની પાછળ કોણ છે તેની તપાસ ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment