આમ આદમી પાર્ટીના NTDNT વિંગના પ્રદેશ અધ્યક્ષ દક્ષિણ છારાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, મને કહેતા બહુ આનંદ થાય છે કે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર કોઈ પાર્ટીએ આ 40 વિચરતી અને વિમુક્ત જનજાતિઓ માટે એક અલગ વિંગ બનાવી છે અને એમના પ્રશ્નો અને સન્માન આપ્યું છે અને એમના પ્રશ્નોનો હલ આવે તે માટે પ્રયત્નો કરે છે.
દક્ષિણ છારા વધુમાં કહ્યું કે, હું આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક નો આભાર માનું છું. જ્યારથી મને NTDNT વિંગનો પ્રદેશ અધ્યક્ષ બનાવ્યો છે. ત્યારથી અમે સમગ્ર ગુજરાતમાં NTDNT વિંગના ઘણા બધા હોદ્દેદારો જાહેર કર્યા અને બધાને એકસાથે લાવ્યા છીએ.
જ્યારે આ બધા એક સાથે આવ્યા ત્યારે સામાન્ય વાત છે કે ભાજપને ગમે કેમ કે ભાજપ એ વિચરતી અને વિમુક્ત જનજાતિઓને ક્યારેય કશું આપ્યું નથી. વધુમાં વાત કરતા દક્ષિણ છારાએ જણાવ્યું કે, ગુજરાતમાં આ વિચરતી અને વિમુક્ત જનજાતિઓની કુલ સંખ્યા સવા કરોડની આસપાસ થાય છે અને આ સવા કરોડમાં ડફેર જાતિ પણ છે. આ ડફેર જાતિ માટે અત્યારે કેટલા દિવસો પહેલા આપણે ટુરીઝમ અને એવીએશન મિનિસ્ટર અરવિંદ રૈયાણીએ બહુ જ અપશબ્દ રીતે આઝાદીનું નામ ઉચ્ચાર્યું હતું.
તેમને અરવિંદ કેજરીવાલ માટે પણ એવા શબ્દો વાપર્યા કે બહારગામ થી ડફેરો આવી રહ્યા છે અને અહીંયા આવીને રેવડી વેચવાની વાતો કરી રહ્યા છે. આમ એમણે એક પ્રજાતિને અપશબ્દ રીતે ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ 40 વિચરતી અને વિમુક્ત જનજાતિના લોકો માટે અમે સવા કરોડ લોકો ભેગા થઈને અરવિંદ રૈયાણી પાસે માંગી રહ્યા છીએ કે તેમણે અમારી માફી માંગવી પડશે કેમ કે તમે કોઈ જાતિનું નામ આવી રીતે ઉચ્ચારી ન શકો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment