એક તરફ કોરોના મહામારી અને ખેડૂતોનું આંદોલન વચ્ચે કેન્દ્ર સરકાર ના ટેન્શનમાં વધારો થયો છે. નાણાં મંત્રાલયના એક રિપોર્ટ મુજબ ભારત સરકારના ફૂલ દેવું જૂન 2020 માં 101.3 લાખ કરોડ પર પહોંચી ગયું છે. જે જૂન 2019 માં રૂપિયા 88.18 લાખ કરોડ હતું. ભારતના નાણાં મંત્રાલય ના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિકસ અફેસ દ્વારા ત્રિમાસિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે.જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
ભારતનાઇતિહાસમાં પહેલીવાર દેશનું દેવું 101.30 લાખ કરોડ પર પહોંચી ગયું છે.ગયા વર્ષના જૂન મહિનામાં એટલે કે જૂન 2019 માં ભારતનું ફૂલ દેવું 88.18 લાખ કરોડ હતું.માર્ચ 2020 સુધી માં ભારતનું દેવું 94.6 લાખ કરોડ હતું.કોરોનાને કારણે આમ તો વિશ્વભરમાં દેશની હાલત ખરાબ થઇ છે, આ પરિસ્થિતિ ભારત બાકાત રહી શક્યું નથી. 2021 ના અંત સુધીમાં ભારતનું દેવું ફૂલ જીડીપીના 60 ટકાના સ્તરે પહોંચી શકે તેમ છે.
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એના ડિસેમ્બર 2019 ના ડેટા મુજબ ભારતનું દેવું જીડીપીના 43 ટકા જેટલું હતું.ભારત માટે આ ખરેખર ચિંતાનો વિષય છે કારણકે વિશ્વ જાણીતી એજન્સીઓ પણ ભારતના જીડીપી ગ્રોથના આંકડામાં અનુમાન માં સતત ઘટાડો કરતી રહે છે.
દેશ બેરોજગારી અને આર્થિક સંકડામણ ની બૂમરાણ પણ વધી રહી છે તો બીજી તરફ ચીનનો સીમા વિવાદ ચરસ સીમા પર પહોંચી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment