10 રૂપિયાની શરત માટે 3 મિત્રોએ કર્યું એવું કાર્ય કે થયો જીવના જોખમ, જુઓ વિડિયો…

127

આજકાલ સોશિયલ મીડિયામાં અવાર-નવાર વીડિયો વાયરલ થઇ રહ્યા છે અને લોકો ન કરવાનું કરી રહ્યા છે. કેટલીક વખત તો શરત પાછળ તો લોકો પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે તેવી જ ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશ અને ગવાલિયર ચંબલમાં વરસાદ બાદ નદી નાળાઓ છલકાઇ ગયા હતા.

ત્યારે તે એક વીડિયો વાયરલ થયો છે આ વીડિયોમાં લોકો પોતાનો જીવને જોખમમાં મૂકીને ઓવરફલો રેમ્પ પાર કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાઈક સવાર ત્રણ યુવકો ઓવરફ્લો ગટરને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

પાણીના જોરદાર પ્રવાહના કારણે બાઈક પાણીમાં તણાઈ જાય છે. આ ઘટનામાં કોઈનું મૃત્યુ થયું નથી. મળતી માહિતી મુજબ યુવકને લોકોએ ના પાડી હતી કે પુલ પાર ન કરે છતાં પણ યુવકે પુલ પાર કર્યો અને પાણીમાં તણાઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ ત્રણે યુવકો માતા શારદા દેવીના દર્શન કરવા માટે મેધર આવ્યા હતા. ત્યારે ફરતી વખતે પીપરીયા નાળા તૂટી પડ્યા હતા.

જ્યારે એક મિત્રે કહ્યું કે જો કોઈ પણ આ સ્તર પાર કરશે તેને હું 10 રૂપિયા આપીશ. 10 રૂપિયામાં ત્રણેય મિત્રોએ પોતાના જીવને જોખમમાં મૂકીને બાઇકને નાળા પરથી પાર કરવાનું શરૂ કર્યું.

તે દરમિયાન પાણીનો જોર વધતા બાઈક પાણીમાં તણાઈ ગઈ હતી અને ત્રણેય મિત્રો ગમે તેમ કરીને બહાર આવી ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!