દેશની સામાન્ય પ્રજા માટે કેન્દ્રની મોદી સરકાર લઈ શકે છે આ મોટો નિર્ણય, જાણો વિગતે

Published on: 11:50 am, Mon, 21 December 20

આજે દેશભરની લગભગ 24700 જેટલી હોસ્પિટલમાં પીએમ આયુષ્યમાન ભારત યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોની સારવાર કરવામાં આવે છે.આ યોજના મોદી સરકારના ડ્રીમ પ્રોજેકટ સમાન છે જેમાં દેશની લગભગ 40 ટકા જનસંખ્યાને હેલ્થ કવર મળી રહ્યું છે. આયુષ્માન ભારત યોજના એ મોદી સરકારની મહત્વની યોજના છેઆયુષ્માન ભારત યોજના એ મોદી સરકારની મહત્વની યોજના છે. જે અંતર્ગત ગરીબ પરિવારોને દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે.

ગત બજેટમાં નાણાપ્રધાને પીએમ જન આરોગ્ય યોજના માટે 6000 કરોડ રૂપિયાની બજેટ જોગવાઇ કરવામાં આવી છે.આયુષ્માન ભારત યોજનાને પીએમ જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. સરકારની યોજના હવે તેને ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં વધૂ હોસ્પિટલ જોડીને વિસ્તારવાની અથવા નવી હોસ્પિટલ બનાવવાની છે.મહત્વનું છે કે આ યોજના 2018 માં શરૂ થઈ હતી.

આ અંતર્ગત, ભારતના લગભગ 40 ટકા લોકો આરોગ્ય સેવા દ્વારા આવરી લેવામાં આવ્યા છે. ભારતના લગભગ દસ કરોડ પરિવારોને તેનો લાભ લઈ શકે છે, તેમને વાર્ષિક પાંચ લાખના દરે આરોગ્ય સુવિધા આપવામાં આવે છે.

આ યોજનામાં 10 કરોડ પરિવારો નો આશરો 50 કરોડ લોકોને લાભ આપવાનો લક્ષ્યાંક છે. આ યોજનાનો મહિલાઓ બાળકો અને વૃદ્ધો બધા લાભ મેળવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!