રાજકોટમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં માત્ર 200 રૂપિયા માટે એક વ્યક્તિનો જીવ લઈ લેવામાં આવ્યો છે તેવું કહેવામાં આવી રહ્યું છે. વાત કરીએ તો રાજકોટ શહેરમાં 8 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે એક યુવકનો જીવ લેવામાં આવ્યો હતો.
મૃત્યુ પામેલા યુવાનનું નામ સુરજ ઠાકર હતું. આ ઘટનાને લઈને મૃત્યુ પામેલા સૂરજ ઠાકરના ભાઈ આક્ષેપ કરતા જણાવ્યું કે, સુરજ ના પિતાએ એક વ્યક્તિ પાસેથી 20,000 રૂપિયા લીધા હતા. જેનું દરરોજનું 200 રૂપિયા વ્યાજ હતું.
સુરજના પિતા તે વ્યક્તિને પૈસા આપવા માટે ગયા ત્યારે વ્યાજને લઈને માથાકૂટ થઈ હતી. ત્યારબાદ સૂરજના પિતાએ આ વાત ઘરે આવીને પરિવારના સભ્યોને કરી હતી. પછી સૂરજના, પિતા સુરજ અને તેની માતા વ્યાજે રૂપિયા આપનાર વ્યક્તિના ઘરે ગયા હતા.
આ દરમિયાન તે વ્યક્તિનો દીકરો પણ ઘરે હતો. આ દરમિયાન આજે રૂપિયા આપનાર વ્યક્તિ અને તેનો દીકરો સૂરજ અને તેની માતા પર તૂટી પડ્યા હતા. આ દરમિયાન સૂરજના પેટના ભાગ પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ સૂરજને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મૃત્યુ પામેલા સૂરજની માતાને પણ ઇજા પહોંચી છે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને આરોપીને પકડવાની પણ કામગીરી શરૂ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment