અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને લઈને સમગ્ર દેશમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે આપણે એક એવા માજીની વાત કરવાના છીએ જેમને એવો નિર્ણય લીધો હતો કે જ્યાં સુધી રામ મંદિર નહીં બને ત્યાં સુધી તેઓ એક પણ શબ્દ બોલશે નહીં.
આ માજી એ 30 વર્ષ પહેલા મૌન વ્રત લીધું હતું. ત્યારે હવે આમ આજે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ “રામ, સીતારામ”ના ઉચ્ચારણ સાથે પોતાનું મૌન વ્રત તોડશે.
મિત્રો તમને જણાવી દઈએ કે આ માજીનું નામ સરસ્વતી અગ્રવાલ છે અને તેમની ઉંમર 85 વર્ષની છે.મિત્રો મૂળ ધારણ કરનાર માજીએ કાગળિયા પર પોતાનો વિચાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રામ મંદિરના નિર્માણથી મારું જીવન ધન્ય ધન્ય બની ગયું છે.
મેં અત્યાર સુધી કરેલી તપસ્યા આજે સફળ થાય છે. એટલા માટે હું ખૂબ જ ખુશ છું. ઉપરાંત તેમને લખ્યું હતું કે રામના નામથી મારું મૌનવ્રત તુટશે. મિત્રો તમને જણાવી દઈએ કે છ ડિસેમ્બર 1992 ના રોજ સરસ્વતી અગ્રવાલે સ્વામી નૃત્ય ગોપાલદાસની પ્રેરણાથી મૌન ધારણ કર્યું હતું.
ત્યારે હવે માજી ત્રીસ વર્ષ બાદ 22 જાન્યુઆરીના દિવસે રામલલાનું નામ લઈને પોતાનું મૌન તોડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment