બે કાર અને એક રીક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં એક જ પરિવારના પાંચ લોકોનાં મોત

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક ઈ-રિક્ષા અને બે કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ દરમિયાન આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા.તેમજ 6 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. જે બાદ અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહોનો કબજોમેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તેમજ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બારાબંકીમાં લખનૌ-મહમુદાબાદ હાઈવે પર ગુરુવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો. બદ્દુપુર વિસ્તારના ઇનૈતાપુર ગામ પાસે બે કાર અને ઓટો વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં એક કાર રસ્તાની બાજુમાં આવેલા તળાવમાં પડી હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. ઘાયલો પૈકી ત્રણની હાલત ગંભીર છે. આમાં બાળકો પણ સામેલ છે.

આ અકસ્માત બાદ મોડી રાત સુધી રાહત અને બચાવ કાર્ય ચાલુ હતું. ડીએમ અને એસપી પણ ઘટનાસ્થળે હાજર હતા. પોલીસના જણાવ્યા અનુસાર, રાત્રે લગભગ 10.30 વાગ્યે ફતેહપુરથી લખનૌ તરફ જઈ રહેલી એક કારે પહેલા એક ઓટોને ટક્કર મારી. ટક્કર બાદ કાર સામેથી આવતી કાર સાથે અથડાઈ હતી અને પછી તળાવમાં પડી હતી. જે કાર તળાવમાં પડી હતી તેને બહાર કાઢવામાં આવી છે, તેમાં માત્ર ડ્રાઈવર જ હતો, તે સુરક્ષિત છે.