આપણે કેરી ખાવા માટે ઉનાળાની રાહ જોતા હોય છે અને ઉનાળાની સિઝનમાં જુદા જુદા પ્રકારની કેરી આવતી હોય છે અને કેસર કેરીનું સૌરાષ્ટ્રમાં સૌથી વધારે માત્રામાં ઉત્પાદન થાય છે અને અમરેલી અને જૂનાગઢ જિલ્લાને કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે.
અમરેલી જિલ્લાના ધારી સાવરકુંડલા ખાંભા સહિત તાલુકામાં કેસર કેરીના બગીચા આવેલા છે ત્યારે અમરેલીમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે અને આપણે જણાવી દઈએ કે અમરેલી જિલ્લામાં કેસર કેરીનો ભાવ 2400 રૂપિયાથી લઈને 3400 જોવા મળી રહ્યો છે.
અમરેલીના સ્થાનિક વેપારીએ જણાવ્યું કે અમરેલી જિલ્લાના ફ્રુટ માર્કેટમાં કેસર કેરીની આવક ધીરે ધીરે શરૂ થઈ ગઈ છે અને 10 ક્વિન્ટલ કેસર કેરીની આવક શરૂ થઈ છે અને કેસર કેરીનો ભાવ 2400 રૂપિયાથી 3400 છે અને હાલ કેસર કેરીની માંગ આવક થતા ની સાથે જ વધવા લાગી છે
અને મોટી માત્રામાં લોકો કેસર કેરીની ખરીદી કરી રહ્યા છે અને અમરેલી જિલ્લામાં 7000 હેક્ટર વિસ્તારમાં અમદાવાદનું વાવેતર કરવામાં આવ્યું છે અને અહીંથી મોટી માત્રામાં આંબાની કલમો તૈયાર કરીને ગુજરાત બહારના રાજ્યોમાં મોકલવામાં આવે છે
જેથી મોટાભાગના ખેડૂતો બાગાયતી પાકનું વાવેતર કરીને ઘણી બધી આવક કમાઈ છે.ઉપરોક્ત જણાવેલા 2400 રૂપિયાથી 3400 રૂપિયા 20 કિલો કેસર કેરીના ભાવ છે મતલબ એક કિલો કેસર કેરીનો ભાવ 240 થી 340 રૂપિયા આસપાસ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment