પાટીદાર મતદારો ધરાવતી આ સૌરાષ્ટ્રની બેઠક જાણો કોણે કબજે કરી?

Published on: 3:38 pm, Tue, 10 November 20

ગુજરાત રાજ્યમાં ખાલી પડેલી સાત બેઠકોની પેટાચૂંટણી ગયા મંગળવારે થઈ હતી. આજરોજ આઠેય બેઠકની મતગણતરી ની શરૂઆત સવારે આઠ વાગ્યે થઈ હતી.પાટીદારો મતદારો ધરાવતી સૌરાષ્ટ્રની મોરબી બેઠક પર સવારથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે રસાકસી રહી હતી. ભારે રસાકસી પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બ્રિજેશ મેરજા નો ભવ્ય વિજય થયો છે. જ્યારે તેની સામે કોંગ્રેસના જયંતિ જયરાજ નો પરાજય થયો છે.

મતગણતરીના પૂર્ણ થયા બાદ ભાજપના બ્રિજેશ મેરજા 64,591 મત મળ્યા જયારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિ જયરાજ ને 59,903 માટે મળ્યા છે.4688 મતથી ભાજપે મોરબી બેઠક પર કોંગ્રેસ ને પરાજય આપ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારી, મોરબી, અબડાસા,કરજણ બેઠક પર ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે.

આવતા ગુજરાત પેટા ચૂંટણીમાં મોરબી સિવાય ભાજપે બધી બેઠક પર પોતાની પકડ મજબૂત બનાવી છે. અને કોંગ્રેસ મોરબી સિવાય બધી બેઠકમાં ભાજપ કરતાં પાછળ છે.

અને ભાજપ બહુમતી પણ જીતી શકે છે. મોટે ભાગની બેઠક પર ભાજપની જીત નક્કી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!