ગુજરાત રાજ્યમાં કોંગ્રેસના પ્રદેશ ઘણા ઉલટ પલટ થઈ રહ્યા છે. તેવામાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી વહેલી સવારે દિલ્હીમાં પહોંચ્યા હતા. ગુજરાતમાં કોંગ્રેસ કોઈપણ સમયે નવા પ્રદેશ અધ્યક્ષ નું નામ જાહેર કરી શકે છે. ઉપરાંત કોંગ્રેસના સીનિયર નેતા ભરતસિંહ સોલંકી શનિવારના રોજ ખાનગી ફાર્મ હાઉસ પર એક ખાનગી બેઠક રાખવામાં આવી હતી.
આ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યોને અને આગેવાનો હાજર રહ્યા હતા. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી દિલ્હી પહોચતા જ કોંગ્રેસ પક્ષના હલ ચલ શરૂ થઈ ગઈ. આ બેઠકમાં ઠાકોર અને કોળી સમાજ ના ધારાસભ્ય અને નેતાઓ પણ હાજર રહ્યા હતા.
ઠાકોર સમાજના સિનિયર નેતા જગદીશ ઠાકોર પણ આ બેઠકમાં હજી રહ્યા હતા. આ પરથી કહી શકાય કે કોંગ્રેસમાં નવા પ્રદેશ પ્રમુખ નું નામ જાહેર થઈ શકે. ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખરાબ પરિણામ બાદ કોંગ્રેસમાં સતત ફેરફારની તૈયારી કરવામાં આવી રહી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળેલી હારને બાદ અધ્યક્ષ અમિત ચાવડા અને નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપી દીધા બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ની જવાબદારી અર્જુન મોઢવાડિયા કે ભરતસિંહ સોલંકી બેમાંથી એકને મળે તેવી શક્યતા છે.
વિપક્ષના નેતાની વાત કરીએ તો પૂજા વંશ અને શૈલેષ પરમાર આ બે નેતામાંથી એક નેતાને આ પદની સુપણી થઈ શકે છે. મળતી માહિતી મુજબ જો અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના અધ્યક્ષ બને તો વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર નું નામ જાહેર થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment