ગુજરાત રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા તાલુકા પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણી 2021 નું આગામી તા.21 અને 28 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાનાર છે અને આ ચૂંટણીને અનુલક્ષીને રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ઉમેદવારો માટે.
ચૂંટણી પ્રચારની મતદાન દરમિયાન થતા ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે.જાહેરનામા અનુસાર દરેક ઉમેદવાર જમવાની થાળી ₹135, ચા નાસ્તો વ્યક્તિદીઠ ₹45, આઇસ્ક્રીમ પ્રતિ નંગ ₹20, પાણીની બોટલ ₹20.
વોટર જગ 20 લીટર ₹40,સ્વીટ પ્રતિ કિલો નો ખર્ચ 325₹ નિશ્ચિત કરવામાં આવ્યો છે તેમજ ઇલેક્ટ્રોનિક સાધનો, પ્રચાર માટેના સાધનો અને ફર્નિચર ભાડાના દરમાં પણ નિશ્ચિત કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ટૂંક સમયમાં યોજાવાની છે ત્યારે તમામ પક્ષો દ્વારા એડીચોટીનું જોર કરવામાં આવી રહ્યું છે. રાજ્યના તમામ પક્ષોના નેતાઓએ તથા ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર પણ શરૂ કરી દીધો છે.
આ વખતે ગુજરાત રાજ્યમાં ચૂંટણીનો જંગ જોવા જેવો થશે આ બધી પરિસ્થિતિઓ વચ્ચે ચૂંટણીમાં પ્રચારાર્થે થતા ખર્ચની મર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment