આજે સવારે તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલના નવા દરો બહાર પાડવામાં આવ્યા છે. આમ આદમીને રાહત આપતા આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. આજે બંને મુખ્ય ઈંધણ ના ભાવ સ્થિર રહ્યા છે.
આ અગાઉ તેલ કંપનીઓએ 15 દિવસ બાદ ગુરુવારે કિંમતમાં ઘટાડો કર્યો હતો.ડિઝલના ભાવની વાત કરવામાં આવે તો દિલ્હીમાં ડીઝલ ની 80.73 અને પેટ્રોલ ના 90.40 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈમાં ડીઝલની કિંમત 87.81 અને ની કિંમત 96.83 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકત્તામાં ડીઝલની કિંમત 83.61 અને પેટ્રોલની કિંમત 90.62 રૂપિયા પ્રતિ લિટર છે.
ચેન્નઈમાં ડીઝલની કિંમત 85.75 અને પેટ્રોલની કિંમત 92.43 રૂપિયા પ્રતિ લીટર છે. અમદાવાદમાં ડીઝલની કિંમત 86.96 અને પેટ્રોલની કિંમત 87.57 રૂપિયા પ્રતિ લીટર છે.
સુરતમાં ડીઝલની કિંમત 87.30 અને પેટ્રોલની કિંમત 87.90 રૂપિયા પ્રતિ લીટર છે.તમે એસએમએસ દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો.
પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ સવારે 6:00 અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલ ની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારે શહેરનો કોડ ટાઈપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment