પેટા ચૂંટણીના પ્રચાર સમયગાળા દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રચાર કરી રહ્યા હતા ત્યારે સ્ટેજ ઉપર થઈ હાસ્ય આવે એવી ઘટના,જાણો

Published on: 9:24 am, Sun, 1 November 20

પેટા ચૂંટણીમાં તમામ પક્ષો દ્વારા અને ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિથોના ગામમાં પ્રચાર સભામાં પહોંચ્યા હતા. ત્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ચૂંટણી સભા સંબોધવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી ના પ્રચાર દરમિયાન સ્ટેજ ઉપર હાસ્ય આવે તેવી ઘટના જોવા મળી હતી. સાંસદ વિનોચ ચૌહાણ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના.

અનેક પદાધિકારીઓની હાજરીમાં.ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા ઝોકે ચઢયા હતા. અનેક લોકોની હાજરીમાં ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ નિદ્રાસન માણી રહ્યા હતા.ભાજપના ઉમેદવારની જોકે ચડતું દ્રશ્ય કેમેરામાં ઝડપાઈ ગયું હતું. મુખ્યમંત્રી કચ્છના પ્રવાસે પહોંચ્યા હતા.

અને વિથોણ ખાતે સભા સંબોધવામાં આવી હતી અને જેમાં સરકાર નર્મદા કૃષિ આરોગ્ય સહિતના કાર્યો વર્ણવી મતદારોને રીઝવવા નું કામ કરી રહ્યા હતા. આ બાબતની ખૂબ જ મજાક ઉડી રહી છે.

ભાજપના ઉમેદવારને વિજય બનાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. ભાજપ માટે શરમજનક બાબત છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!