ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ ને લઈને આંતરિક સર્વેમાં આવ્યા ચોંકાવનારા તારણો, જાણો

316

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર દરમ્યાન ભાજપ દ્વારા કરાયેલા સર્વેમાં ભાજપને 8 માંથી 4 બેઠક પર વર્તમાન પરિસ્થિતિને જોતા ભાજપને હારનો સામનો કરવો પડી શકે તેમ છે.પેટા ચૂંટણીની જાહેરાત બાદ ભાજપના બીજો સર્વે છે જેમાં ત્રણ બેઠક પર ભાજપની નબળી સ્થિતિ હોવાનું સામે આવ્યું છે. આ નબળી બેઠકો પર ભાજપના મોટા નેતાઓ ને પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ દ્વારા વધુ એક ચોંકાવનારો સર્વે સામે આવ્યો છે.ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપે વધુ એક સર્વે કર્યો છે.

જે મુજબ વિધાનસભા બેઠકોના સર્વેમાં ત્રણ બેઠકો પર ભાજપની સ્થિતી નબળી હોવાનું કહેવામાં આવ્યું છે. ધારી,મોરબી અને કરજણ બેઠક પર ભાજપની સ્થિતી નબળી હોવાનું સર્વેમાં સામે આવ્યું છે.ભાજપ દ્વારા કરાયેલા સર્વેમાં પરિણામ મળ્યું હતું કે આ પેટા ચૂંટણીમાં ભાજપને ભારે નુકશાન થઇ શકે છે. આઠમાંથી ચાર બેઠક પર વર્તમાન સ્થિતિને જોતા.

ભાજપને લીબડી, મોરબી, કરજણ અને ધારી બેઠક પર ભૂંડી હારનો સામનો કરવો પડી શકે તેમ છે.સ્થાનિક મુદ્દાઓને લઈને ભાજપને નુકસાન થઈ શકે છે.નિરાશાજનક પરિણામ બાદ તમામ બેઠકો પર ૧૫ દિવસ બાદ ફરી.

એક સર્વે કરવામાં આવ્યો અને તેમાં નક્કી કરાયું હતું.જેના બાદ બીજા શહેરોમાં કરજણ બેઠક પર કપરી સ્થિતિ હોવાનું ગણવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!