દેશમાં કોરોનાની મહામારી વચ્ચે ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે તેવામાં સોમવારે જ આવ્યા હતા તેનાથી સ્પષ્ટતા થાય છે કે છેલ્લા 6 મહિનામાં ખાદ્ય તેલ નો ભાવ ખૂબ જ ઉચ્ચ આ સ્થળે આવી ગયું છે.
છેલ્લા છ મહિનામાં ખાદ્યતેલના ભાવમાં 6.3 ટકાનો વધારો થયો છે. ખાદ્યતેલની વાત કરીએ તો એક વરસમાં પામ ઓઇલમાં 62 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત પામ ઓઇલની કિંમતમાં 115 રૂપિયાનો વધારો થયો છે.
સરકારે કહ્યું કે પામ ઓઈલના ભાવમાં વધારો થવાનું કારણ ઇન્ડોનેશિયા દેશ છે. કારણ કે આ દિવસે અચાનક ટેકસ વધારો કર્યો છે. પામ ઓઇલ પર ઇન્ડોનેશિયા દ્વારા 400 ડોલર પ્રતિ ટન ટેક્સ વસુલવામાં આવે છે.
એપ્રિલ મહિનામાં 100 ડોલર ટેક્સ હતો તેમાં વધારો થઈને 140 ડોલર થયો હતો. આ ઉપરાંત નિકાસ લેવી પણ 55 ડોલર પ્રતિ ટન વધીને કરી દીધી છે. આ ઉપરાંત પામ ઓઇલ પર કસ્ટમ ડ્યૂટી વધારીને 35 ટકા કરી દીધી.
આજે કામ હાલના ભાવમાં લગભગ 65 ટકા ટેક્સ લાગે છે. ખાદ્ય તેલના ભાવ ને લઈને ગુજરાતની જનતા માટે સારા સમાચાર છે.
ગુજરાત રાજ્યમાં સિંગતેલના ભાવમાં 25 થી 40 રૂપિયાનો ઘટાડો કરાયો છે. જેના કારણે સીંગતેલ નો ભાવ 2465 રૂપિયા થઈ ગયો. આ ઉપરાંત આજે કપાસિયા તેલમાં પણ 40 રૂપિયાનો ઘટાડો થયો.
પામોલીન ઓઇલના ભાવમાં પણ 40 રૂપિયાનો ઘટાડો થયો. સન ફ્લાવર ના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો અને કોન ઓઇલના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment