દિવાળીના તહેવારની પહેલા એસટી બસને લઈને આવ્યા મહત્વના સમાચાર, જાણો

307

ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ની મહામારીનો ઘેર હાલમાં યથાવત છે ત્યારે કોરોના ને લઈને જાહેર કરાયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન સમયે રાજ્યમાં એસટી બસ સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી. તબક્કાવાર અન્ય લોકોમાં છૂટ આપવામાં આવી ત્યારે હાલ રાજ્યમાં તહેવારો ને ધ્યાનમાં રાખીને લોકોને મુશ્કેલી ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા આજ થી અમદાવાદ થી વધુ 40 ST બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કોરોના કાળમાં આજરોજથી અમદાવાદમાં વધુ 40 ST બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે 15 જેટલી વધુ વોલ્વો બસ પણ શરૂ કરવામાં આવશે.આમ ST મા મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.કોરોના ના કારણે લોકોને મુસાફરી કરવામાં ઘણી મુશ્કેલી થાય છે.

હાલમાં રાજ્યની તહેવારોની મોસમ ચાલી રહી છે.લોકોને આવા જવામાં તકલીફ ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એસટીવિભાગ દ્વારા આ બસો અમદાવાદ થી દક્ષિણ ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર તરફ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!