સમગ્ર વિશ્વમાં કોરોના ની બીજી લહેર શરૂ થઇ હોવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ઓઈલ ના ભાવ ઘટવાના પગલે ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો છે.
આજરોજ એક લીટર પેટ્રોલના ભાવમાં 21 પૈસા અને એક લીટર ડીઝલના ભાવમાં 20 પૈસા નો ઘટાડો થયો છે તેમ સરકારી ઓઇલ કંપનીઓના પ્રાઇસ નોટીફિકેશન માં જણાવવામાં આવ્યું છે.
આ સાથે જ દિલ્હીમાં એક લીટર પેટ્રોલ નો ભાવ ઘટીને 90.78 રૂપિયા અને એક લીટર ડીઝલ નો ભાવ ઘટીને 81.10 રૂપિયા થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે દરેક રાજ્યમાં વેટ નો દર અલગ અલગ હોવાથી.
દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ ભિન ભીન જોવા મળી રહ્યા છે.ગઈકાલે પેટ્રોલમાં 18 પૈસા અને ડીઝલ ના 17 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
છેલ્લા એક વર્ષમાં પેટ્રોલના ભાવમાં 21.58 રૂપિયા અને એક લીટર ડિઝલના ભાવમાં 19.18 રૂપિયાનો વધારો થયો છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને.
મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો હતો. આજના ભાવ ઘટાડા પછી મુંબઈ માં એક લીટર પેટ્રોલનો ભાવ 97.40 રૂપિયાથી ઘટીને 97.19 થઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment