ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રજૂ થયેલા 8 વિધેયકને લઈને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત બજેટ સત્રમાં રજૂ થયેલા 8 બિલને રાજ્યપાલની મંજૂરી આપી દેવામાં આવી છે.આ આઠ બિલ માં લવ જેહાદ ના કાયદાનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લવજેહાદ ની ઘટનાઓ બની રહી છે.
ત્યારે અન્ય રાજ્યમાં આ કાયદાને લઈને માંગ ઉઠી હતી. આ સંદર્ભે આ વર્ષે ગુજરાત બજેટ સત્રમાં લવજેહાદના કાયદા માટે મૂકવામાં આવ્યું છે. ગુજરાતમાં કાયદાને ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટને મંજૂરી આપવામાં આવી છે.
વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, રાજ્યના નાગરિકોની સુખાકારી અને સુરક્ષાને વધુ સરસ બનાવવા માટે રાજ્ય સરકારે 14મી ગુજરાત વિધાનસભાના આઠ માં સત્રમાં 15 જેટલા વિધેયકો રજૂ કરવામાં આવ્યા હતા.
જે પૈકી અગાઉ વિધાનસભા સત્ર દરમિયાન મંજુર થયેલ સાત વિધેયકો પ્રસિદ્ધ થયા બાદ હવે બાકીના 8 વિધેયકો ને રાજ્યપાલે મંજૂરીની મહોર મારી છે. એ હવે એકટ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે.
આમ રાજ્ય સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ તમામ 15 વિધેયકને રાજ્યપાલે મંજૂરીની મહોર મારી છે. ગુજરાત સરકાર પણ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સરકારની જેમ લવ જેહાદ નો કાયદો લાગુ કરવામાં આવ્યો છે.
વિધાનસભાના બજેટસત્રના છેલ્લા દિવસે ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003 માં સુધારો કરીને કાયદો પસાર કરવામાં આવ્યો હતો અને ગુજરાતમાં લવ જેહાદ ના નામે ચાલતી ધર્મ પરિવર્તન ની પ્રવુતિ પર પ્રતિબંધ લગાવવા બિલ રજૂ કરાયો હતો.
આમ તો સમગ્ર સુધારો લવ જેહાદ ની પ્રવુતિ રોકવા માટે છે. ઉત્તર પ્રદેશ ની પેટર્ન મુજબ, લવ જેહાદ સામે કાયદામાં મોટો સુધારો આવી રહો છે અને એની જોગવાઈ મુજબ આરોપી વ્યક્તિને ઓછામાં ઓછી ત્રણ વર્ષની અને વધુ માં વધુ 5 વર્ષ ની સજા તેમજ 2 લાખથી વધુ દંડ કરવામાં આવશે.
જો આ પ્રકારનો ગુનો સગીર અથવા અનુસૂચિત જાતિ, આદિજાતિના વ્યક્તિના કિસ્સામાં બન્યો હશે તો 4 વર્ષ થી 7 વર્ષ સુધીની સજા અને 3 લાખ થી વધુ નો દંડ કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment