સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આવ્યા માઠા સમાચાર, જાણો.

Published on: 10:11 am, Tue, 12 January 21

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે.કોંગ્રેસ અને ભાજપ દ્વારા સારી સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ચૂંટણી પહેલા નેતાઓના પક્ષ પલટાનો દોર શરૂ થઇ ગયો છે.કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે.

તો ક્યાંક ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે.ભાવનગરના મહુવામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે.કોંગ્રેસના આગેવાનોએ કાર્યકર્તાઓની સાથે ભાજપના કાર્યક્રમમાં ભગવો ધારણ કર્યો છે.

એક સાથે 100 થી વધુ કાર્યકર્તાઓ ભાજપના જતા મહુવા શહેર અને જિલ્લા કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે.ભાજપના આ કાર્યક્રમમાં મહેન્દ્રસિંહ સરવૈયા, નારણ કાછડિયા, ભુપત બારીયા અને ધારાસભ્ય આર.સી મકવાણા સહિત નેતાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

મહુવા શહેરમાં યોજાયેલા કાર્યક્રમ મહુવા શહેર અને તાલુકા 100 જેટલા આગેવાન નેતાઓ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો.ભાજપના કાર્યક્રમમાં મહુવા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કોળી સમાજના પ્રમુખ પ્રવીણ વાળા.

સેદરડા જિલ્લા પંચાયતના સભ્ય રમેશભાઈ,પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય રાવત કામળિયા સહિત તેમના સમર્થકોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપના ઉપાધ્યક્ષ,સાંસદ અને ધારાસભ્યોએ કોંગ્રેસના સભ્યોને પક્ષમાં આવકાર્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!