હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમીનો પારો વધતો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જોવામાં આવેતો માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયાથી સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો વધારો જોવા મળ્યો છે જ્યારે રાજ્યના મોટા શહેરની વાત કરવામાં આવે.
તો ત્યાં છેલ્લા કેટલાક દિવસથી 40 ડિગ્રીથી પણ વધારે ગરમી જોવા મળી રહી છે.રાજ્યના મોટા શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી 41 થી પણ વધારે ડિગ્રી સુધી વધતું જોવા મળ્યું છે. સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી તાપમાન રહ્યું છે.
આગામી દિવસોમાં એટલે શનિવાર અને રવિવારે પોરબંદર અને ગીર સોમનાથ માં હિટ વેવ ની સ્થિતિ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આવતા દિવસોમાં ગરમીનો પારો વધારે ઊંચો જઈ શકે છે તેવું હવામાન નિષ્ણાંતો જણાવી રહ્યા છે જ્યારે બીજી તરફ મોડી રાત્રે ઠંડીનો થોડો અહેસાસ પણ થઈ શકે છે.
માટે એવું કહી શકાય કે હમણાં બે ઋતુ જેવો માહોલ રહી શકે છે.અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 40.9 ડિગ્રી જેટલો જવા મળ્યો છે અને લઘુત્તમ તાપમાન 24.7 ડિગ્રી જેટલું રહ્યું છે.
મોટા શહેરમાં સવારથી જ ગરમીની શરૂઆત થઈ જતી જોવા મળી રહી છે. બપોરના સમયે તો મોટા શહેરના રસ્તાઓ સુમ સામ પડેલાં જોવા મળી રહ્યાં છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment