અમદાવાદ શહેરમાં રાત્રી કરફ્યુ દરમિયાન આ વાહનો ને આપવામા આવી છૂટ,જાણો.

ગુજરાત રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા સતત વધી રહી છે અને ગઈકાલે કોરોનાવાયરસ ના કેસો વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના આઠ બોર્ડમાં રાત્રીના દસ કલાક પછી દુકાન ગલ્લા ઉપર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સરકારે આજે ચાર મહાનગરો માટે રાત્રી કરફ્યુ નો નવો નિર્ણય લાગુ કર્યો છે. અમદાવાદમાં રાતે 10 વાગ્યા પછી ના કરફ્યુ ને લઇને પોલીસ નોટીફિક્શન બહાર પાડશે.

રાતે 10 વાગ્યા પછી તમામ વાહનો પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે જેમાં બહાર થી આવતા અને જતા વાહનો પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

જયારે ઇમરજન્સી વાહનો ની અવર જવર પર છૂટ છાટ આપવામાં આવી છે.જો કે ચાર મહાનગરોમાં ફરીથી રાતે 10 થી સવાર માં 6 વાગ્યા સુધી કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે.

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતીકાલ 17 માર્ચ 2021 થી ચાર મહાનગરો અમદાવાદ,વડોદરા.

સુરત અને રાજકોટ રાતે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફયુનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે જે રાત્રી કરફ્યુ 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*