ગુજરાત રાજ્યમાં વધતા જતા કોરોના ના કેસો ને રોકવા સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય, જાણો.

ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના ના કેસો માં વધારો થઈ રહ્યો છે અને રાજ્યમાં સૌથી વધારે કેસ મહાનગરોમાં આવી રહ્યા છે.ગુજરાત માં અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટ સહિત આઠેય મહાનગરોમાં વધારે કેસો આવી રહ્યા છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મીડિયા સમક્ષ કહ્યુ કે,વાઈરસની ફેલાવો રોકવા,દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે તે ઉદ્દેશ્યથી મ્યુનિસિપલ કમિશનરો,કલેકટરો સ્થાનિક અનુકૂળતા અનુસાર નિર્ણય લઈ શકે તે માટે વધારે સતા સોંપવામાં આવી છે.

કોરોના ચેપ નો ફેલાવો રોકવા અગાઉ પણ સ્થાનિક વહીવટી તંત્ર ને અધિકારો અપાયો છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે,કલેકટરો અને કમિશનર સ્થાનિક કક્ષાએ બદલાતી સ્થિતિ અનુસાર સ્વંય નિર્ણય લઈ શકે છે.

નાના ગામોમાં પણ ફરજિયાત માસ્ક અને સામાજિક અંતર જાળવવા અપીલ કરતા તેમણે સચિવાલય કોરોના નું વ્યાપ વધ્યાનું સ્વીકારતા ઉમેર્યું કે,બને ત્યાં સુધી નાગરિકોએ રૂબરૂ આવવાનું ટાળવું જોઈએ.

ગુજરાત માં કોરોના વાયરસ ના વધતા કેસ સામે વેક્સીનેશન ધીમી ગતિની PMO ગંભીર નોંધ લીધી છે.રસીકરણ ની ગતિ વધારવા માટે CMO માં મુખ્ય અગ્રસચિવ કેલાસનાથ મોરચો સંભાળ્યો છે.

45 વર્ષથી ઉપરના તમામ ને બે અઠવાડિયામાં વેક્સિન આપવાના લક્ષ્યાંક સિદ્ધ કરવા દરેક જિલ્લામાં કલેકટર,ડીડીઓ,મ્યું કમિશનર,ચીફ ઓફિસર થી લઈને તેમણે દોડતું કર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*