અમદાવાદ શહેરમાં અચાનક કોરોના ના કેસ વધતા સિવિલ દ્વારા લેવાયો મોટો નિર્ણય, જાણો

220

દિવાળીના તહેવારની સીઝન હાલમાં ચાલી રહી છે ત્યારે લોકોની ભીડ ખૂબ જ રસ્તા ઉપર જોવા મળી રહી છે. ગુજરાત રાજ્ય અને તેમાં પણ અમદાવાદ શહેરમાં કોરોના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ફરી કોરોના કેસો વધતા સિવિલ હોસ્પિટલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.દિવાળીના તહેવારને હવે થોડાક દિવસ ની વાર છે ત્યારે અમદાવાદ ઉપરાંત રાજ્યના અનેક શહેરોમાં રસ્તા ઉપર ભીડ જોવા મળી રહી છે.

અને કોરોના માર્ગદર્શિકા જેમ કે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ જેવી અનેક વસ્તુઓનો લોકો દ્વારા પાલન કરવામાં આવી રહ્યું નથી અને જેના કારણે કોરોના કેસમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે.અમદાવાદ શહેરમાં કોરોનાવાયરસ ના કેસો વધતાં સિવિલ હોસ્પિટલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે.

સિવિલમાં કામ કરતા તમામ સ્ટાફની રજાઓ રદ્દ કરવામાં આવી છે. દિવાળીના તહેવારની વચ્ચે સ્ટાફની તમામ રજાઓ રદ કરવામાં આવી છે.

કારણ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીના 50થી પણ વધારે ગંભીર દર્દીઓ આવતા સ્ટાફ ની રજાઓ રદ કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!