ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપ પ્રદેશ ના નવા માળખાની રચના કર્યા પછી હવે તેને ગુજરાતમાં ઝોન પ્રમાણે મહા મંત્રીઓને જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાટીલે પ્રદેશ.
ભાજપના માળખામાં જાહેર કરાયેલા મંત્રીઓને એક એક ઝોનની જવાબદારી સોંપશે. સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા સિવાયના બાકી ચારે મહામંત્રીને એક એક ઝોન ની જવાબદારી સોંપવામાં આવશે.
પ્રદીપસિંહ વાઘેલા ને મધ્ય જોવાની જવાબદારી સોંપવામાં આવશે તો વિનોદ ચાવડાને કચ્છ અને સૌરાષ્ટ્રની જવાબદારી સોંપવામાં આવશે. ઉત્તર ગુજરાત ની રજની પટેલ અને ભાર્ગવ પટેલ દક્ષિણ ગુજરાતની જવાબદારી સોંપવામાં આવશે.
આં અંગે ની જવાબદારી ટૂંક સમયમાં સોંપવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણકારી મળી છે.ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ભાજપ પ્રદેશ ના નવા માળખાની રચના કરીને ગયા અઠવાડિયે તેણે જાહેરાત કરી હતી.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા ની ગુજરાત મુલાકાત બાદ જાહેર કરવામાં આવેલા પ્રદેશ સંગઠનના માળખામાં ધડકમ ફેરફાર કરવામાં આવ્યા હતા.સીઆર પાટીલે ભાજપ સંગઠનમાં વરસોથી જામી પડેલા નેતાઓને રવાના કરીને નવા ચહેરાઓને તક આપી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment