શું તમને રામ મંદિરમાં જવાની છે ઉતાવળ? જલ્દીથી જાણી લેજો ભગવાનના મંદિરમાં પ્રવેશવાના નીયમો નહીંતર દરવાજાની બહારથી જ કાઢશે…

અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો અને ભગવાન રામ અયોધ્યા ની દરેક માટી માટીમાં વસે છે અને ત્યારે હાલ સમગ્ર ભારત અયોધ્યામય થવા જઈ રહ્યું છે. 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને આ દિવસે ભગવાન રામ પોતાના ભવ્ય મહેલમાં પધારશે

અને રામભક્તોના લગભગ 500 વર્ષ લાંબા સંઘર્ષ બાદ આ સપનું સાકાર થવાનું છે ત્યારે આ દિવસ ભારતના સ્વરણીમ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થવાનો છે.હિન્દુ ધર્મમાં ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા વગર ભગવાનની પૂજા કરવી એ અધૂરી પૂજા માનવામાં આવે છે

ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા ના સંદર્ભે રામ ભક્તોને અનેક પ્રશ્નો છે જેવા કે મંદિરમાં આરતી ક્યારે યોજાશે આ ઉપરાંત આરતી નો સમય શું છે આ ઉપરાંત મંદિરમાં કેવી રીતે પ્રવેશ કરવો અને રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને 10 મહત્વના પ્રશ્નોની છણાવત આપણે અહેવાલમાં કરવાના છીએ.અયોધ્યામાં રામ મંદિરમાં પાંચ વખત આરતી થાય છે

પણ ભક્તો અને ત્રણ વખત ભગવાન શ્રીરામ ની આરતી માં જોડાવાનો લાભ મળી શકે છે અને સવારે 6:30 કલાક બપોરે 12:00 કલાક અને સાંજે 7:30 કલાકે તમે આરતીમાં જોડાઈ શકો છો. ભગવાન રામ ની આરતી માં જોડાવા ટ્રસ્ટ દ્વારા પાસ બનાવવામાં આવે છે જેમાં તમારે આઈડી પ્રૂફ આપવું જરૂરી છે.અયોધ્યાના રામ મંદિરમાં પ્રવેશ કરવા માટે તમારે સુરક્ષાના માપદંડોનું

ધ્યાન રાખવું પડશે જેમાં તમે ઈલેક્ટ્રીક સામાન લઈ જઈ શકશો નહીં અને પ્રસાદ લઈ જવાની પણ મનાય છે અને રામ મંદિરમાં તમે ફક્ત તમારું તન મન અને જો દાન કરવા માંગતા હોય તો દાનની રકમ લઈને જઈ શકો છો.22 જાન્યુઆરી 2024 ના રોજ રામ મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થવાના છે ત્યારે શ્રદ્ધાળુઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ બનાવવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*