મિત્રો સોમવારે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં સ્થાપિત નવી રામલલાની મૂર્તિનું હવે નામ જાહેર કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સાથે સંકળાયેલા પુજારી અરુણ દીક્ષિતે જણાવ્યું કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાન શ્રીરામ નું મૂર્તિનું નામ બાલક રામ રાખવામાં આવ્યું છે.
ભગવાન રામની મૂર્તિ ને હવેથી બાલક રામ નામ આપવાનું કારણ માત્ર ને માત્ર એ છે કે તેઓની આ મૂર્તિ છે તે પાંચ વર્ષના બાળક જેવી દેખાય છે અને તેઓએ સાથે સાથે કહ્યું કે પ્રથમ વખત જ્યારે મેં આ પ્રતિમા જોઈ ત્યારે હું રોમાંચિત થઈ ગયો અને મારા ચહેરા પરથી આંસુ વહેવા લાગ્યા હતા અને તે સમયને અનુભવેલી લાગણી હું હજુ પણ તમને સમજાવી શકું તેમ નથી.
વારાણસી સ્થિત પૂજારી જેમને લગભગ 50 થી 60 અભિષેક કર્યા છે તેમને કહ્યું કે અત્યાર સુધી કરાયેલા તમામ અભિષેક માંથી મારા માટે સૌથી સર્વોચ્ચ આ મૂર્તિનો અભિષેક કરવો છે અને તેમને કહ્યું કે 18 જાન્યુઆરીએ પ્રતિમાની પહેલી ઝલક મળી હતી અને આ દરમિયાન મંગળવારે અયોધ્યામાં રામ મંદિરના દરવાજા સામાન્ય જનતા માટે ખોલવામાં આવ્યા હતા
અને એક દિવસ પહેલા આ નર્વ નિર્મિત મંદિરમાં ભગવાન શ્રીરામ ની નવી મૂર્તિ નું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને સોમવારે મોડી રાતે મંદિર પરિસર તરફ જતા રામ પથ પર મુખ્ય દ્વાર પાસે સ્થાનિક અને અન્ય રાજ્યોના લોકો સહિત મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.જ્યારે મોટી સંખ્યામાં લોકો અભિષેક માટે ફૂલોથી શણગારેલા દરવાજા પાસે એકઠા થયા
ત્યારે પોલીસ ભક્તોને કહ્યું હતું કે મંગળવારથી મંદિર ખુલશે અને ભગવાન રામની છબીઓ ધરાવતા ધ્વજ લઈને અને જયશ્રી રામના નારા લગાવતા ભવ્ય મંદિરના દરવાજા ખુલતા પહેલા ભક્તોએ ભારે ઠંડીમાં કલાકો સુધી રાહ જોવી પડી હતી અને મંગળવારે સવારે મંદિરના દરવાજા સામાન્ય જનતા માટે ખોલવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમવારે અયોધ્યાના મંદિરમાં ભગવાન શ્રીરામ ની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગને નવા યુગના આગમનનું પ્રતિક ગણાવ્યું હતું અને લોકોને મંદિર નિર્માણથી આગળ વધીને આગામી 1000 વર્ષ સુધી મજબૂત ભવ્યાને દિવ્ય ભારતનો પાયો બાંધવા આહવાન કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment