હવામાન વિભાગની આગાહી બાદ જાણો,ગુજરાતના કયા વિસ્તારમાં પડ્યો વરસાદ

Published on: 3:22 pm, Thu, 10 December 20

ગુજરાતમાં દિવાળી બાદ સતત કોરોના નું સંક્રમણ વધી ગયું હતું તેવામાં કાલે રાત્રે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને કરી આગાહી. આગાહીના કારણે રાજ્યના ખેડૂતો મૂંઝાયા. હવામાન વિભાગની આગાહી મુજબ ૧૦ ડિસેમ્બર ૧૧ અને ૧૨ ડિસેમ્બર સુધી રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી રહેશે.હવામાન વિભાગની આગાહી બાદ સુરતમાં એકો એક વાતાવરણમાં થયો મોટો ફેરફાર.

આ ઉપરાંત સુરતમાં કામરેજ મહુવા વિસ્તારમાં ઝરમર વરસાદ પડયો હતો.અને હજુ પણ સુરતમાં વરસાદી વાદળા છે. આજે વહેલી સવારે તાપીમાં વરસાદના છાંટા જોવા મળ્યા હતા. એવામાં વાસદ જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારે ઝરમર વરસાદ પડતાં રાજ્યના ખેડૂતો મૂંઝવણ માં આવી ગયા હતા અને ખુલ્લામાં પડેલા.

પોતાના પાકની વરસાદના છાંટા ના પડે ત્યાં લઇ ગયા હતા.હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હજુ ત્રણથી ચાર દિવસ સુધી રહેશે.

એ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો મુંઝવણમાં પડ્યા છે. અને કોરોનાના સંક્રમણની સાથે રાજ્યમાં લગ્નનો માહોલ પણ ખૂબ જ વધી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!