લોકડાઉન અંગે ચાલી રહેલી ચર્ચાઓ વિશે જાણો શું કહ્યું વિજય રૂપાણીએ ?

200

ગુજરાત રાજ્યમાં વધી રહેલા કોરોનાવાયરસ ના કેસ ને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ લોકડાઉન ને લઈને મહત્વની સ્પષ્ટતા કરી છે. તેઓએ કહ્યું કે છેલ્લા પંદર દિવસથી કમળાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાં ઝડપથી કેસો વધી રહ્યા છે.

કોરોનાવાયરસ ના કેસો હતા પ્રધાનમંત્રીએ પણ ચિંતા વ્યક્ત કરી તમામ રાજ્યના મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ કરી ચિંતા વ્યક્ત કરી માર્ગદર્શન આપ્યું છે.

પ્રધાનમંત્રીના માર્ગદર્શન બાદ રાજ્ય સરકારે મોટા મોટા પગલાં લીધા છે અને મિટિંગમાં થયેલી ચર્ચા પ્રમાણે હાલ વેક્સીનેશન નરવત દોઢ લાખ લોકોનું કરી રહ્યા છે.

અને જે ત્રણ લાખ થાય અને એમાં ઝડપી થાય તેના માટે સૂચના આપવામાં આવી છે. ટેસ્ટિંગ પણ વધે અને લગભગ એ માટે 60000 લોકો સુધી પહોંચવાનો પ્રયાસ છે.

તેઓએ કહ્યું કે ચારે મહાનગરમાં રાત્રી કર્ફ્યુ ચાલુ થઈ ગયું છે અને માસ્ક ના નિયમોમાં કોઈ ઢીલાશ ચલાવી લેવામાં નહીં આવે. જ્યાં ભીડ ભેગી થાય છે ત્યાં નિયંત્રિત કરવાનું કામ કરશે.

અને સરકારની માર્ગદર્શિકા નો ભંગ ન થાય તેની પણ ચિંતા કરવામાં આવ્યું છે. હાલમાં સામાન્ય લોકો વચ્ચે લોકડાઉન ને લઈને અલગ-અલગ વાતો થતી હોય છે ત્યારે મુખ્યમંત્રીએ કહ્યું કે અત્યારે કોઈ વાત નથી.

અને અગાઉ જે લોકડાઉન કર્યું એજ પણ પછી ક્યારેય લોકડાઉન આપણે કર્યું જ નથી. શાળા-કોલેજ ને લઈને અમે બેઠક કરીને નિર્ણય લેશું. પરીક્ષા માટે ક્લાસ ચાલુ રાખવા કે નહીં તે માટે સરકાર આગામી સમયમાં નિર્ણય લેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!