રાજકોટમાં પોતાના બે સાથીદારો સાથે મળીને મયુરસિંહ રાણા નામના વ્યક્તિ ઉપર પ્રહાર કરનાર લોકસાહિત્યકાર દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સામેથી આવીને સરેન્ડર કર્યો તેવા સમાચાર મળી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયામાં ચારે બાજુ આ સમાચારની ચર્ચાઓ ચાલી રહી છે.
આવતીકાલે કોર્ટમાં આગોતરા જામીનને લઈને સુનવાણી હાથ ધરવામાં આવે તે પહેલા દેવાયત ખવડ પોલીસ સમક્ષ રજૂ થઈ ગયો તેવા સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી હાજર થયો છે કે પછી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યો છે તેની હજુ કોઈ પણ સત્તાવાર માહિતી સામે આવી નથી.
તો હવે જોવાનું રહ્યું કે દેવાયત ખવડ સાથે હવે શું થશે. 7 ડિસેમ્બરના રોજ દેવાયત ખવડે મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર જીવલેણ પ્રહાર કર્યા હતા. ત્યારબાદ દેવાયત ખવડ ફરાર થઈ ગયો હતો. 14 તારીખ ના રોજ પીડિત મયુરસિંહ રાણા અને તેમના પરિવારજનો દ્વારા દેવાયત ખવડને લઈને પ્રધાનમંત્રી કાર્યાલયમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી.
આવતીકાલે કોર્ટ આગોતરા જામીનની અરજી સુનવાણી હાથ ધરે તે પહેલા દેવાયત ખવડ પોલીસના હાથમાં આવી ગયો છે. મિત્રો તમને જણાવી દઈએ કે પોલીસની ભૂમિ કામગીરીના કારણે મયુરસિંહ રાણાના પરિવારજનો દ્વારા આ ઘટના અંગેની વાત છેક PMO સુધી પહોંચાડી છે.
PMO સુધી મયુરસિંહ રાણાના પરિવાર એ આ ઘટના અંગેની રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરી હતી. તપાસ શરૂ થાય તે પહેલા દેવાયત ખવડે સામેથી આવીને સરેન્ડર કર્યું તેવા સમાચાર મળી રહ્યા છે. મિત્રો તમે જણાવો કે શું દેવાયત ખવડની કડકમાં કડક સજા મળવી જોઈએ કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ જરૂર આપજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment