મિત્રો જય શ્રી રામ અને જય જય સીયારામ ના નારા સાથે અને જય ઘોષ સાથે રામલલાની મૂર્તિ ને બુધવારે રામ મંદિર ના ગર્ભગૃહ માં લાવવામાં આવી હતી. જેને પણ આ નજારો જોયો એનાથી જય શ્રી રામ બોલ્યા વગર રહેવાયું જ ન હતું. આપને જણાવી દઈએ કે 500 વર્ષ બાદ ભગવાન શ્રીરામની મૂર્તિ ગર્ભગૃહમાં લાવવામાં આવી રહી છે.
જે સમય રામલલાની મૂર્તિ ગર્ભગૃહ તરફ લાવવામાં આવી હતી એ સમયે ભારે સુરક્ષા બળ તૈનાત હતું અને લોકો આ દુર્લભ નજારો જોવાની રાહ જોઈ રહ્યા હતા.ચારે કેટલાક લોકો તેમને આ સુંદર દ્રશ્યને કેમેરામાં કેદ કરવા માંગતા હતા. પોલીસ ફોર્સ સિવાય મૂર્તિ લઈ જતી ટ્રકની સાથે ડઝન બંધ વાહનો પણ ત્યાં હતા પરંતુ તેમ છતાં હનુમાન ગઢી ની સામે ભક્તોની કતાર હતી
અને રસ્તાની બંને બાજુએ લાંબી લાંબી લાઈનો હતી. રામ મંદિરમાં રામલલાની મૂર્તિ લાવવામાં આવતા જ લોકો એક સાથે બૂમો પાડવા લાગ્યા હતા કે ભગવાન રામ ઘરે પહોંચી ગયા રામ તેમના આંગણામાં આવી ગયા છે.શ્રી રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નુપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે ગુરુવારે ગર્ભગ્રુહમાં મૂર્તિની સ્થાપના થવાની સંભાવના છે.
રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ યોજનારી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ધાર્મિક વિધિઓ કરવામાં આવી રહી છે ના પહેલા બુધવારે કળશ પૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું.રામ મંદિરના ટ્રસ્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર 21 જાન્યુઆરી સુધી ધાર્મિક વિધિઓ ચાલુ રહેશે
અને પ્રાણ પ્રતિષ્ઠા ના દિવસે રામ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા માટે ધાર્મિક વિધિઓ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે આ વિધિ માટે 121 જેટલા આચાર્યો દ્વારા કરવામાં આવશે અને લગભગ બપોરે 12:20 વાગ્યે શરૂ થશે અને 1:00 વાગે સમાપ્ત થવાની ધારણા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment