સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર વીડિયો વાયરલ થતાં હોય છે. ઘણા વિડીયો જોઈને તમને ખડખડાટ હસી પડ્યા હશે અથવા તો ઘણા વિડીયો જોઈને તમે પણ ચોંકી ઉઠયા છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જશે. તમે ઘણા એવા વિડીયો જોયા હશે જેમાં ઘણા લોકો પાંજરામાં બંધ પ્રાણીઓને ખાવાનું આપી રહ્યા હોય છે.
પરંતુ અમુક વખત તે લોકો સાથે એવું થાય છે કે તેમનો જીવ જોખમમાં આવી જાય છે. ત્યારે હાલમાં તેઓ એક વીડિયો સામે આવી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ પાંજરામાં બંધ વાઘને ખોરાક આપી રહ્યો છે. આ દરમિયાન ખૂંખાર વાઘ તે વ્યક્તિનો હાથ ચાવી લે છે.
આ દરમિયાન યુવકને હાર્ટ એટેક આવી જાય છે અને તેનું કારણ મૃત્યુ થાય છે. હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આ વ્યક્તિને પ્રાણી પ્રત્યેનો પ્રેમ બતાવો ભારે પડી જાય છે.
એક વ્યક્તિ વાઘને ખાવાનું આપી રહ્યો હોય છે. આ દરમિયાન વાઘ તે વ્યક્તિના હાથ પર પ્રહાર કરી દે છે. આ વ્યક્તિની ઉંમર 23 વર્ષની હતી. વાઘના પ્રહારના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના બન્યા બાદ આ વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે છે.
હોસ્પિટલમાં યુવકની પરિસ્થિતિ ખૂબ જ જટિલ બની ગઈ હતી. આ ઉપરાંત યુવક ડાયાબિટીસનો પણ દર્દી હતો. હોસ્પિટલમાં હાર્ટ એટેક આવવાના કારણે યુવકનું કરુણ મૃત્યુ નીપજયું હતું. યુવકના મૃત્યુ થયા બાદ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
વાઘને ખાવાનું આપવું 23 વર્ષના યુવકને ભારે પડી ગઈ, વાધે યુવક સાથે કર્યું એવું કે…યુવકનું કરુણ મૃત્યુ – જુઓ ઘટનાનો વીડિયો… pic.twitter.com/ONVHWq52Bw
— GUJJU ROCKZ (@gujju_rockz) June 29, 2022
હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. આ વિડીયો કઈ જગ્યાનો છે અનેક ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment