વ્યાજખોરના ત્રાસથી કંટાળીને 4 વર્ષની દીકરીના પિતાએ, એક વિડીયો બનાવીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… જુઓ મૃત્યુ પહેલાનો વિડીયો…

Published on: 4:45 pm, Fri, 10 February 23

સમગ્ર દેશભરમાં છેલ્લા થોડાક દિવસોથી જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ સુસાઇડ પહેલા એક વિડિયો બનાવ્યો અને ત્યારબાદ ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. આ ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા યુવકે વીડિયોમાં તેની બેંક કર્મચારી પત્ની વિશે વાતચીત કરી હતી.

જેમાં મૃત્યુ પામેલા વ્યક્તિએ કહ્યું હતું કે આ તારા માટે છેલ્લો વિડીયો છે… આઇ લવ યુ… હું ખૂબ જ પરેશાન છું, કૃષ્ણ રાઠોડ નામના વ્યક્તિએ મને બરબાદ કરી નાખ્યો, મેં તેના બધા પૈસા ચૂકવી દીધા છતાં પણ તેને મારી ગાડી પોતાની પાસે રાખી. અને મારી પાસે ત્રણ લાખ રૂપિયા વધારે માંગ્યા.

હું ત્રણ લાખ રૂપિયા ક્યાંથી લાવીશ. એટલા માટે હું સુસાઇડ કરવા જઈ રહ્યો છું, તેને છોડશો નહીં. તેને ફાંસી અપાવજો. હું આજે મળી રહ્યો છું તે પણ મરી જશે તેને પણ નાના બાળકો છે, મારી દીકરીની જેમ. મારા મમ્મી પપ્પાની સંભાળ રાખજો. આ ઉપરાંત ઘણી બધી વાત મૃત્યુ પામેલા યુવકે વીડિયોમાં કરી હતી.

વીડિયો સામે આવ્યા બાદ પોલીસે રાજકોટ કૃષ્ણ રાઠોડ વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી હતી. આ સમગ્ર ઘટના છત્તીસગઢના બિલાસપુરમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ સુમિત શર્મા હતું અને તેની ઉંમર 38 વર્ષની હતી. સુમિતા શર્મા સીએમડી કોલેજની સામે સુમિત બુક ડેપો નામની દુકાન ચલાવતો હતો. સુમિતની પત્ની શ્રેયા sbi બેન્કમાં નોકરી કરે છે. તેને ચાર વર્ષની દીકરી પણ છે. સુમિત પોતાની દીકરી અને પત્ની સાથે ભાડાના મકાનમાં રહેતો હતો.

માહિતી અનુસાર બુધવારના રોજ સાંજના સમયે શ્રેયાને પોતાના પતિ સુમિતનું મૃતદેહ લટકતી હાલતમાં રૂમમાં જોવા મળ્યું હતું. સુમિતના મૃતદેહને જોઈને તેને આ ઘટનાની જાણ તાત્કાલિક તેના સસરાને કરી હતી. આ ઘટનાના સમાચાર મળતા જ સુમિતના પરિવારજનો અને સંબંધીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ તેને નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર સુમિત્તે કૃષ્ણ રાઠોડ નામના વ્યક્તિ પાસેથી પૈસા લીધા હતા. બધા પૈસા ચૂકવી દીધા છતાં પણ કૃષ્ણ રાઠોડ સુમિત પાસેથી ત્રણ લાખ રૂપિયાની માંગણી કરતો હતો. આટલું જ નહીં પરંતુ તેને સુમિતની કાર પણ બળજબરીપૂર્વક તેની પાસેથી લઈ લીધી હતી. વ્યાજખોર કૃષ્ણ રાઠોડના ત્રાસથી કંટાળીને સુમિત્તે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે હાલમાં વ્યાજખોરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વ્યાજખોરના ત્રાસથી કંટાળીને 4 વર્ષની દીકરીના પિતાએ, એક વિડીયો બનાવીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… જુઓ મૃત્યુ પહેલાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*