મહારાષ્ટ્ર સરકાર આજે મોટો નિર્ણય જાહેર કરી રાજ્યમાં લોકડાઉન ની જાહેરાત કરી શકે છે. કોરોના વાયરસના સંક્રમણની વધી રહેલા કેસને લઇને સરકાર ફરીથી લોકડોઉન લગાવવાનો નિર્ણય લઈ શકે છે.
હાલ કેટલાક જિલ્લાઓમાં નાઈટ કરફ્યુ પણ લાગુ કરી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે ગુરુવારે મુંબઈમાં કોરોના ના 8 હજાર નવા કેસો સામે આવ્યા હતા. મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં કોરોના 43 હજારથી વધુ કેસો સામે આવ્યા હતા.
કોરોના મહામારી શરૂ થયા બાદ એક દિવસમાં નોંધાયેલા મહારાષ્ટ્રના સૌથી વધારે કેસ 43,000 હતા. પ્રદેશમાં કુલ કેસની સંખ્યા 28 લાખ 56 હજારને પાર થઇ ગઇ છે.
જ્યારે એપ્રિલ માં 249 લોકોના મોત થયા છે. જે ગત વર્ષના ઓકટોબર બાદ થયેલા મૃત્યુ નો સૌથી મોટો આંકડો છે. કોરોનાવાયરસ ના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 54898 લોકોએ જીવ ગુમાવ્યો છે.
રાજ્યમાં કોરોના ની ખરાબ સ્થિતિને જોતા આજરોજ સરકાર લોકડાઉન ની જાહેરાત કરી શકે છે. આજે કેબિનેટ સચિવ રાજ્યો સાથે બેઠક કરશે અને બેઠક બાદ રાજ્ય સરકાર લોકડાઉન લગાવવા પર વિચાર કરી શકે છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ અધિકારીઓને લોકડાઉન લગાવવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. જોકે પ્રદેશના અનેક જિલ્લાઓમાં નાઈટ કરફ્યુ અને આંશિક પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યા છે પરંતુ તેમ છતાં કોરોના પર નિયંત્રણ નથી આવી રહ્યુ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment