અમેરિકામા BAPS સ્વામિનારાયણ મંદિર પર FBI ના દરોડા, કોર્ટ માં થઈ આ ફરિયાદ.

Published on: 11:01 am, Fri, 14 May 21

અમેરિકાના ન્યૂજર્સી ખાતે ના રોબિન્સવિલે મા બની રહેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં 200 જેટલા ભારતીય શ્રમિકોનું શોષણ કરવામાં આવતું હોવાની ફરિયાદ બાદ ન્યુ જર્સીના ગવર્નર ફીલ મર્ફી ખૂબ જ રોષે ભરાયા છે અને તેમને તાજેતરમાં જણાવ્યું કે, એક મંદિર અને સંપ્રદાય દ્વારા 2021મી સદીમાં જોવું કાર્ય કરવામાં આવતું હોય તો તે અસહ્ય કૃત્ય છે.

તેમને જણાવ્યું કે અત્યારના સમયમાં લોકોને ગોંધી રાખવા અને કલાકના એક ડોલર જેટલું પેમેન્ટ કરવું તે અસહ્ય અને અગમ્ય છે. આરોપો સિદ્ધ થાય તો 2021 માં ગુલામી અને માનવીય શોષણની અસહ્ય ઘટના બની રહેશે.

તેમને કહ્યું કે કોઈના ધર્મ કે સંપ્રદાય નો અનાદર કરવાની કે તેનું અપમાન કરવાની વાત નથી પણ આધુનિક સદીમાં આવું ન ચલાવી લેવામાં આવે. લોકોને ખોટી આશા બંધાવી અને મોટા પગારના સપના બતાવીને અહીં લાવ્યા અને છેતરવા તે અયોગ્ય અને ભયાનક બાબત છે.

ઉલ્લેખનીય છે કે મંદિરમાં જ કામ કરતા શ્રમિકો દ્વારા ફરિયાદ કર્યા બાદ મંગળવારે FBI એ મંદિર પરિસરમાં દરોડા પાડયા હતા. ત્યારબાદ હોમલેન્ડ સિક્યુરિટી અને લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા પણ મંદિર સામે તપાસ હાથ ધરવામાં આવી છે.

બીએપીએસ સામે ટ્રાફિકિંગ વિકીટમ પ્રોટેક્શન એક્ટ, ફેર લેબર સ્ટાન્ડર્ડ એક્ટ,સ્ટેટ વેજ અને કામના કલાકો નો કાયદાનો ભંગ ની ફરિયાદ દાખલ કરાઇ છે.

મુકેશકુમાર, કેશવ કુમાર, દેવીલાલ, નિરંજન, પપ્પુ અને ચંદ્ર નામના છ લોકો દ્વારા મંદિર તંત્ર સામે ફરિયાદ કરવામાં આવી છે અને તેમને જણાવ્યું કે મોટાભાગના લોકો રાજસ્થાનના દલિત સમાજના છે અને તેમને ફોસલાવીને લાવવામાં આવ્યા છે અને અમારી સ્થિતિ જેલ કરતાં પણ ખરાબ છે.

મંદિર તંત્ર સામે કોર્ટમાં 42 પાના ની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેમાં જણાવાયું છે કે, ભરતભાઈ, પંકજ પટેલ અને કનુ પટેલ આ તમામ લોકોને ભારત થી અહી લાવ્યા હતા અને મજૂરી કરાવતા હતા. તેમના એ જાણતો પણ આ બધા સાથે સંકળાયેલા છે.

ભરતભાઈ અને પંકજ પટેલ આ તમામ શ્રમિકો ના નોકરીદાતા ગણાતા હતા. તે ઉપરાંત કનુ પટેલ સમગ્ર મંદિર પ્રોજેક્ટ ના સીઇઓ હતા. આ તમામ કામગીરી તેમની દેખરેખ હેઠળ થતી હતી. તેઓ શ્રમિકોને કીડા મકોડા કહેતા હતા અને તેઓને વારંવાર અપમાન કરતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમેરિકામા BAPS સ્વામિનારાયણ મંદિર પર FBI ના દરોડા, કોર્ટ માં થઈ આ ફરિયાદ."

Leave a comment

Your email address will not be published.


*