હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ખાડો ખોદતી વખતે માટેની નીચે દબાઈ જવાના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે કેટલાક લોકો અનુભમ નામની સ્કૂલના શૌચાલય માટેનો ખાડો ખોદી રહ્યા હતા. આ દરમિયાન ખાડો ખોદતી વખતે રાકેશ નામનો યુવક માટેની નીચે દબાઈ ગયો હતો.
જેના કારણે તેનું રીબાય રીબાઈને મોત થયું હતું. રાકેશને બચાવવા ત્યાં હાજર અન્ય મજૂરોએ ઘણા બધા પ્રયાસો કર્યા પરંતુ તેઓ રાકેશને બચાવી શક્યા નહીં. ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પછી તો લગભગ ત્રણ કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ રાકેશને માટીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પછી રાકેશને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. આ ઘટના મંગળવારના રોજ સાંજના સમયે હરિયાણાના કરનાલમાં બની હતી.
વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા રાકેશની ઉંમર 25 વર્ષની હતી અને તે પોતાના પરિવારનો ગુજરાન ચલાવવા માટે મજૂરી કામ કરતો હતો. રાકેશના લગ્ન લગભગ સાડા ત્રણ વર્ષ પહેલા થયા હતા. તેને સંતાનમાં મીરા નામની દીકરી છે. જાણવા મળી રહ્યું છે કે મીરાનો મંગળવારના રોજ જન્મદિવસ હતો. રાકેશ પોતાનું કામ પતાવીને દીકરીનો જન્મદિવસ ઉજવવાનો હતો.
પરંતુ પિતા દીકરીનો જન્મદિવસ ઉજવે તે પહેલા જ પિતાનું મોત થતાં ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. આ ઘટના બનતા જ બે વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે ખાડો ખોદતી વખતે અચાનક જ રાકેશ માટેની નીચે દબાઈ ગયો હતો અને પછી તેનું મોત થઈ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment