પિતાએ પોતાની 12 વર્ષની લાડલી દીકરીને જીવતી કેનાલમાં ફેંકી દીધી, જાણો શા માટે પિતાએ આ પગલું ભર્યું…

હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પિતાએ તેની 12 વર્ષની દીકરીને જીવતી કેનાલમાં ફેંકી દીધી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના મેરઠમાં બની છે. ઘટનાના બે દિવસ પહેલા દીકરીના અપહરણ અંગે પિતાએ ભારે હોબાળો મચાવ્યો હતો. મળતી માહિતી અનુસાર હાલમાં આ સમગ્ર કેસને લઈને પોલીસે મૃત્યુ પામેલી દીકરીના માતા અને પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી પિતાએ પૂછપરછ દરમ્યાન પોલીસને જણાવ્યું કે, તેની દીકરી કોઈ છોકરા સાથે વાત કરતી હતી. જેના કારણે દીકરીને ભોલાના ઝાલા વિસ્તારમાં ગંગાની નહેરમાં જિંદગી ફેંકી દીધી છે. તેના પિતાએ કહ્યું કે દીકરી તેના પર બોઝ છે. આ ઘટનાની જાણ થયા બાદ પોલીસે મોડી રાત્રે નહેરમાં દીકરીની શોધખોળ શરૂ કરી દીધી હતી.

પરંતુ દીકરીનો કોઈપણ પ્રકારનો પતો લાગ્યો નથી. ત્યારે આજરોજ વહેલી સવારે પણ પોલીસે નિહરમાં દીકરીની શોધખોળ શરૂ કરી દીધી છે. બબલુ નામનો વ્યક્તિ પોતાની પત્ની રૂબી અને ત્રણ બાળકો સાથે મેરઠના ગંગાનગર વિસ્તારમાં રહે છે. બબલુ એક ફાઇનાન્સ કંપનીમાં કલેક્શન એજન્ટ તરીકે કામ કરે છે. બબલુના ત્રણ બાળકોમાં 14 વર્ષીય વંશ, 12 વર્ષીય ચંચલ અને 5 વર્ષીય આરવ છે.

મળતી માહિતી અનુસાર એક સપ્ટેમ્બર ના રોજ બબલુની 12 વર્ષીય દીકરી ચંચલ લગભગ 8:00 વાગ્યાથી ગુમ હતી. તેથી બબલુએ પોલીસ સ્ટેશનમાં દીકરીની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને ચંચલની શોધખોળ શરૂ કરી દીધી હતી. બે દિવસ થઈ ગયા પરંતુ ચંચલનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો ન હતો.

ત્યારબાદ પોલીસે બબલુને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. ત્યાં પોલીસે બબલુની ઘણી બધી પૂછપરછ કરી છેવટે પોલીસે બબલુની કડક પૂછપરછ કરી ત્યારે તેને પોતાનો ગુનો કબૂલ લઈ લીધો હતો. બબલુ એ જણાવ્યું કે તેને પોતાની બાર વર્ષની દીકરીને જીવતી કેનાલમાં ફેંકી દીધી હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઈને ઘટના સ્થળ ની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં બબલુ તેની પત્ની અને દિકરી જોવા મળ્યા હતા. અત્યાર સુધીમાં દીકરીનું મૃતદેહ મળ્યું નથી. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે દીકરીની માતા અને પિતાની ધરપકડ કરી લીધી છે અને સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*