છેલ્લા થોડા દિવસોથી જીવ લેવા ની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર જયપુરમાં મંગળવારે સાંજે પોતાની પત્નીનો જીવ લેવાના કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ઘરમાં થતી માથાકુટથી પરેશાન થઈને પતિએ પોતાની પત્નીનો જીવ લઇ લીધો હતો. જીવ લીધા બાદ દોઢ વર્ષનો બાળક પોતાની માતાના મૃતદેહ પાસે બેઠેલો હતો.
માતાના મૃતદેહ પાસે બેઠેલા બાળકને જોઈને પિતા ત્યાંથી ભાગી શક્યા નહીં. ત્યારબાદ પોતાના બાળકને લઈને પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર 29 વર્ષીય સલમાન નામના વ્યક્તિના લગ્ન પાંચ વર્ષ પહેલા 26 વર્ષીય રવિના નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા.
બંનેના લગ્ન થઈ ગયા અને ત્યારબાદ આઠ મહિના સુધી બંને વચ્ચે બધું બરાબર ચાલતું હતું. ધીમે ધીમે આરોપી સલમાન અને રવિના પાસે દહેજની માંગણી કરી હતી. આ બાબતને લઈને બંને વચ્ચે ખૂબ જ માથાકૂટ થવાનું શરૂ થઇ ગયું. બે લાખની દહેજની માંગણીને લઈને સલમાને રવીનાને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું.
મળતી માહિતી અનુસાર આ દરમિયાન રવીનાને ખબર પડી કે સલમાન પહેલેથી જ પરીણિત છે. તેથી લઈને રવિના અને સલમાન વચ્ચે દરરોજ માથાકૂટ થવા લાગી હતી. ત્યારબાદ રવિના સલમાનનું ઘર છોડીને પ્રતાપનગર માં રહેતી તેની માતા અને બહેન સાથે રહેવા લાગી હતી. ત્યારબાદ રવીનાએ પોતાના પતિ સલમાન વિરુદ્ધ છેતરપિંડી અને દહેજનો કેસ નોંધાવ્યો હતો.
ત્યારે સલમાન પોતાના પરિવારજનો સાથે રવિનાના ઘરે ગયો હતો. ત્યાં રવીનાને છુટાછેડા માટે દબાણ કર્યું હતું. પરંતુ રવિના છૂટાછેડા માટેના પાડી તેથી સલમાને રવિના સાથે માથાકૂટ કરી હતી. એટલું જ નહીં પરંતુ સલમાનના ભાઈઓએ રવિનાની નાની બહેનની છેડતી પણ કરી હતી.
આ સમગ્ર ઘટનાને લઇને રવિનાની બહેને પોલીસ સ્ટેશનમાં સલમાનના ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સોમવારના રોજ રવિનાની બહેન અને તેની માતા કામ પર ગયા હતા. રવિના તેના પુત્ર સાથે ઘરે એકલી હતી. ત્યારે બપોરના 12 વાગ્યાની આસપાસ સલમાન ઘરે આવે છે અને રવિના સાથે માથાકૂટ કરવા લાગે છે.
માથાકૂટ એટલી વધી ગઈ કે દોઢ વર્ષના પુત્રની નજરની સામે રવિનાનો સલમાને જીવ લઇ લીધો હતો. ત્યારબાદ પોતાના દોઢ વર્ષના પુત્રને લઈને સલમાન પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે સલમાનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment