હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ પોતાની 7 વર્ષની દીકરીની સામે પોતાની પત્નીનો જીવ લઈ લીધો છે. ત્યારબાદ આ વ્યક્તિએ પોલીસે જઈને આત્મસમર્પણ કર્યું હતું. આ ઘટના બનતા આજે ભારે અફરાતફરી મચી ગઇ હતી.
મળતી માહિતી અનુસાર આ ઘટના ભાગલપુરમાં બની હતી. મળતી માહિતી અનુસાર મળતી માહિતી અનુસાર પતિએ અવૈધ સંબંધની આશંકાથી પત્નીનું ગળું દબાવીને તેનો જીવ લઇ લીધો હતો. આ સમગ્ર ઘટના આરોપી વ્યક્તિની 7 વર્ષની દીકરીની સામે બની હતી.
આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાનાની દીકરી એ જણાવ્યું કે, સૌપ્રથમ પિતા મારું ગળું દબાવતા હતા. ત્યારે મારી માતાએ આવીને મારા પિતાને અટકાવ્યા હતા. ત્યારે પિતાએ રબરના દોરડા વડે મારી માતાનું ગળુ દબાવીને તેનો જીવ લઇ લીધો હતો.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાનું નામ નંદની હતું. મૃતક મહિલાના પતિનું નામ દીપક હતું. મળતી માહિતી અનુસાર દિપક નંદનીનો જીવ લઈ લીધો ત્યારબાદ પોતાની દીકરીને કપડાં લઈને દાદીમાના ઘરે મોકલી દીધી હતી. ત્યારબાદ દિપક એ પોલીસ સ્ટેશન જઈને આત્મસમર્પણ કર્યું હતું.
ત્યાં પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આરોપી પતિ દીપકને શંકા હતી કે, તેની પત્નીના કોઈ અન્ય વ્યક્તિ સાથે સંબંધ હતા. આ બાબતને લઈને દીપક અને નંદની વચ્ચે સતત માથાકૂટ થતી હતી.
આ મામલે ગઈકાલે રાત્રે પણ માથાકુટ થઇ હતી. ત્યારે સવારે દિપકે પોતાની દીકરી સાક્ષીની નજર સામે પોતાની પત્ની નંદનીનો જીવ લઇ લીધો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે દિપકેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment