તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા છે જેમાં એક ક્ષણમાં હસતા ખેલતા પરિવારની ખુશી છીનવાઇ જતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર બેંક ઓફ બરોડાના મેનેજરે પોતાનો ફોટો વોટ્સએપ સ્ટેટસમાં મુક્યો અને ફોટા પર RIP લખ્યું. સ્ટેટસ જોઈને પરિવારજનો ચોંકી ગયા અને પરિવારજનોએ ફોન કર્યા પરંતુ તેને ફોન ઉપાડ્યો નહી.
ત્યાર બાદ પરિવારજનોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પરિવારજનોએ પોલીસની મદદથી લોકેશન ટ્રેસ કર્યા બાદ કારમાંથી બેંક મેનેજરનું મૃતદેહ મળી આવ્યું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ સમગ્ર ઘટના અલવરમાં બને છે.
પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું કે બેંક મેનેજરે પોતાનું જીવન ટુંકાવ્યું હશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બેંક મેનેજર ના મૃત્યુ નું સાચું કારણ જાણી શકાશે. પ્રદીપ નામનો 35 વર્ષીય યુવક બેંક ઓફ બરોડામાં મેનેજર તરીકે કામ કરતો હતો. પ્રદીપ મંગળવારના રોજ સવારે બાળકોને શાળાએ જવું છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો.
પ્રદીપ બાળકોને શાળાએ જઈને ત્યારબાદ બેંક જવાનો હતો. મંગળવારના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ પ્રદીપે વોટ્સએપ સ્ટેટસ પર પોતાનો ફોટો મૂક્યો અને તેમાં RIP લખ્યું હતું. પ્રદીપના મિત્રોએ આ સ્ટેટસ જોયું ત્યારબાદ મિત્રોએ પ્રદીપના પરિવારજનોને આની જાણ કરી હતી.
આ વાતની જાણ થતાં જ પરિવારજનો પ્રદીપને ફોન કરવા લાગ્યા હતા. પરંતુ પ્રદીપ કોઈનો ફોન ઉપાડતો ન હતો. ત્યાર બાદ પરિવારજનોએ પોલીસની મદદથી પ્રદીપની લોકેશન ટ્રેસ કરી હતી. ત્યાર બાદ પરિવારજનો અને પોલીસ પ્રદીપની લોકેશને પહોંચી. ત્યારે લોકેશન પર એક કારની આજુબાજુ ખૂબ જ ભીડ જામી હતી.
ત્યારબાદ પોલીસે અને પરિવારજનોએ ત્યાં જઈને જોયું ત્યારે કારની અંદર પ્રદીપનું મૃત્યુ દેખાયું હતું. ત્યારબાદ પ્રદીપ ના મૃતદેહને કારમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
પ્રદીપનું મૃત્યુ કયા કારણોસર થયું છે, તેની હજી કોઈ પણ માહિતી સામે આવી નથી. પ્રદીપ એ જાતે પણ પોતાનો જીવ ટૂંકાવી હોય અથવા તો કોઈ પ્રદીપનો જીવ લઈ લીધો હોય તેવી આશંકાઓ છે. મૃત્યુ પામેલા પ્રદીપને બે બાળકો હતા. પ્રદીપના મૃત્યુના કારણે એક દીકરા અને એક દીકરી એ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment