આજકાલ સુસાઈડની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક સુસાઈડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 41 વર્ષના વ્યક્તિએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે આ વ્યક્તિ છેલ્લા બે વર્ષમાં ઘણી વખત પોતાનો જીવ ટૂંકાવાના પ્રયાસો કરી ચૂક્યા છે. આ પહેલા તેમને ત્રણ વખત સુસાઇડના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમનો જીવ બચી ગયો હતો.
જ્યારે હાલમાં તેમને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યાર પછી મૃતક યુવકના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ સોસાયટીની ઘટના ઝાંસીમાંથી સામે આવી રહી છે. વિગતવાર વાત કરે તો મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ મહેન્દ્ર કુમાર હતું અને તેમની ઉંમર 41 વર્ષની હતી.
તેઓ પ્લમ્બરનું કામ કરતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મહેન્દ્ર કુમાર માનસિક રીતે નબળા હતા. ડોક્ટર પાસે સારવાર ચાલુ હતી. બુધવારના રોજ રાત્રિના સમયે તેઓ પોતાની પત્ની અને નવ વર્ષની દીકરી સાથે ધાબા પર જમવા માટે ગયા હતા. થોડીક વાર પછી મહેન્દ્ર કુમાર પોતાના ઘરની નીચેની રૂમમાં આવ્યા હતા.
અહીં તેમને દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. થોડીક વાર બાદ મહેન્દ્ર કુમારની પત્ની જ્યારે નીચે આવી ત્યારે તેમને પોતાના પતિનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. આ દ્રશ્યો જોઈને તેમને બૂમ પાડી હતી જેના કારણે આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી.
સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા વ્યક્તિના મોટાભાઈ એ જણાવ્યું કે, મહેન્દ્ર છેલ્લા બે વર્ષથી સુસાઇડ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આપેલા મહેન્દ્રએ જ્યારે સુસાઇડ કરવાના પ્રયાસો કર્યા ત્યારે અમે તેને બચાવી લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા મહેન્દ્રની નવ વર્ષની દીકરી પણ માનસિક રીતે નબળી છે. તેની પણ ડોક્ટર પાસે સારવાર ચાલુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment