ગુજરાતમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. ખાસ કરીને સુરત શહેર અને રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, સુરતમાં સચિન વિસ્તારમાં રહેતા એક 43 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
યુવકને ભોજન લીધા બાદ ઝાડા ઉલટી થઈ ગયા હતા. આ સાથે તેને અચાનક જ છાતીમાં દુખાવો પણ થઈ રહ્યો હતો. એટલે પરિવારના સભ્યો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટના બનતા જ 4 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. વિગતવાર વાત કરે તો, મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ લક્ષ્મણભાઈ ચૌહાણ હતું. લક્ષ્મણભાઈ ચૌહાણ સુરતની સચિન વિસ્તારમાં આવેલી સાઈનાથ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની, ત્રણ દીકરીઓ અને એક દીકરો છે.
લક્ષ્મણભાઈ રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેમને કોઈ પણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. મળતી માહિતી અનુસાર ગઈકાલે લક્ષ્મણભાઈ ભોજન લીધા બાદ સૂઈ ગયા હતા. ત્યારે અચાનક જ તેમની તબિયત બગડી ગઈ હતી અને તેમને બે વખત ઊલટી થઈ હતી. આ સાથે તેમને ઝાડા પણ થઈ ગયા હતા અને છાતીમાં દુખાવો પણ શરૂ થઈ ગયો હતો.
પછી પરિવારના સભ્યો તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે લક્ષ્મણભાઈની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. લક્ષ્મણભાઈનું મોત થતા જ તેમના પરિવાર અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અચાનક જ હાર્ટ અટેક આવવાના કારણે લક્ષ્મણભાઈનું મોત થયું છે.
લક્ષ્મણભાઈ નું મોત થતા જ ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ સમગ્ર ઘટનાને લઈને સચિન જીઆઇડીસી પોલીસે લક્ષ્મણભાઈ ના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ લખમણભાઇના મોતનું યોગ્ય કારણ જાણવા મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment