કલોલમાં લક્ઝરી બસની ટક્કરના કારણે 3 બાળકોના પિતાએ પોતાનો જીવ ગુમાવ્યો, બાળકો પિતા વગરના થઈ ગયા…

સોમવારે સાંજે કલોલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ કલોલમાં સાંજે એક લક્ઝરી બસે એકટીવા ચાલકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું છે. લક્ઝરી બસ ચાલકે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો આ કારણોસર તેને એક્ટિવા ચાલકને ટક્કર લગાવી હતી અને નજીકમાં આવેલી દુકાનમાં બસ ઘુસાવી દીધી હતી.

અકસ્માતની ઘટનામાં એક્ટિવા ચાલક કલોલ નગરપાલિકાના કર્મચારીનું મૃત્યુ થયું છે. આ ઘટનામાં બસમાં બેઠેલા એક આધેડ વયના વ્યક્તિને ઇજા પહોંચી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કલોલની રાજદીપ સોસાયટી ખાતે રહેતા 40 વર્ષે દિનેશકુમાર મણિલાલ પરમાર છેલ્લા 15 વર્ષથી કલોલ નગરપાલિકાની બાંધકામ શાખા માં નોકરી કરતા હતા. સોમવારના રોજ સાંજના સમયે દિનેશભાઈ પોતાની એકટીવા લઈને ઘરેથી નીકળ્યા હતા. દિનેશભાઈ એક્ટીવા પર સવાર થઈને તેરસાના પરા બાજુ જતા હતા.

ત્યારે લગભગ 6 વાગ્યાની આસપાસ કલોલ માણસા ઓવરબ્રિજ પાસે એક લક્ઝરી બસ ચાલકે દિનેશભાઈને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં દિનેશભાઈ ઘટનાસ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અકસ્માત બન્યા બાદ બસ ચાલક ઘટના સ્થળે બસ મુકીને ભાગી ગયો હતો.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે GJ 18 AV 7255 નંબરના બસ ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિનેશભાઈના મૃત્યુના કારણે 5 વર્ષની બે દીકરીઓ અને એક 3 વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. દિનેશભાઈનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*