આજકાલ સોશિયલ મીડિયા પર આપઘાતની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના મામલાઓ સામે આવી રહ્યા છે. ગુજરાતની જેમ અન્ય રાજ્યોમાંથી પણ આપઘાતની ખબરો સામે આવતી રહે છે. જેમાં ઘણીવાર પતિ પત્નીના સંબંધોમાં આવેલી ખટાશ અથવા તો તેમના અફેર પણ કારણભૂત હોય છે.
ત્યારે હાલ એક રુવાડા ઉભા કરી દેનાર આપઘાત નો મામલો સામે આવ્યો છે. જેમાં એક પતિએ પત્નીના અફેરથી કંટાળીને ફેસબુક પર લાઈવ આવીને પોતાના બંને બાળકો સાથે ઝેરી ગોળીઓ ખાઈ લીધી. આ ઘટના સામે આવી છે રાજસ્થાનના હનુમાનગઢ શહેરમાંથી. જ્યાં પત્ની અને તેના પ્રેમી થી પરેશાન યુવકે તેના બાળકો સાથે ફેસબુક પર લાઈવ આવીને સેલફોસ ની ગોળીઓ ખાઈને જીવનનો અંત આણ્યો હતો.
યુવકે ફેસબુક પર લાઈવ માં તેની પત્ની અને તેના પ્રેમી સહિત ચાર લોકો પર તેને બે વર્ષથી હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલો હનુમાનગઢ જિલ્લાના પંડિતાવલી ગામનો છે, 34 વર્ષીય રાજકુમારે તેના દસ વર્ષીય દીકરા પંકજ અને દસ વર્ષીય દીકરી મુનમુન સાથે મળીને સેલફોસ ની ગોળીઓ ખાધી હતી.
અગાઉ પણ ફેસબુક પર લાઈવ કર્યું હતું, જ્યારે તેના ફ્રેન્ડ લિસ્ટ ના લોકોએ ફેસબુક લાઈવ જોયું તો તેઓ તેને બચાવવા ત્યાં પહોંચ્યા પરંતુ ત્યાં સુધીમાં ત્રણેયની હાલત નાજુક હતી. આ પછી ત્રણેયને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં યુવકનું મોત થઈ ગયું પરંતુ તેના બંને બાળકોની હાલત નાજુક છે. ફેસબુક લાઈવ માં રાજકુમારે પોતાના બાળકોને મમ્મીને રામરામ કરવાનું કહ્યું.
એટલું જ નહીં તેણે વીડિયોમાં કહ્યું કે અમે બે વર્ષથી પરેશાન હતા, આટલું જ નહીં બાળકોએ ફેસબુક લાઈવ માં કહ્યું છે જો તેમની માતાએ તેમને યોગ્ય રીતે શીખવ્યું હોત તો તેઓ નવોદય વિદ્યાલયમાં પસંદગી પામ્યા હોત. પરંતુ માતા હંમેશા ફોન પર વાત કરવામાં વ્યસ્ત રહેતી હતી. યુવકે લાઈવમાં જસવંત મેઘવાલ, તેની પત્ની રાકેશ મેઘવાલ અને હંસરાજ અને પત્નીને મોત માટે જવાબદાર ગણાવ્યા છે.
#Rajasthan #Hanumangarh#राजस्थान #हनुमानगढ़ : पति ने पत्नी और उसके प्रेमी की प्रताड़ना से तंग आकर की आत्महत्या, बच्चों की हालत गंभीर, #JusticeForRajkumar
(#MenToo #FakeCases #FalseCases #FalseCaseDay #JoinMensRights)pic.twitter.com/l8l7aSi8OF
— MR PRO Founder (@mrprofounder) July 19, 2023
બાળકોએ વીડિયોમાં એમ પણ કહ્યું કે મમ્મી હવે ક્યારેય તમારી પાસે નહીં આવીએ. તે જ સમયે ઘટના પછી પોલીસમાં કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. સ્થાનિક પોલીસનું કહેવું છે કે વિડીયો વાયરલ થયો છે જેની તપાસ કરવામાં આવી રહી છે. બંને બાળકો હજુ નિવેદન આપી શકે તેવી સ્થિતિમાં નથી. સંબંધીઓ તરફથી કોઈ રિપોર્ટ આપવામાં આવ્યો નથી, અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વિડીયોને લાઈવ જોઈ ચૂક્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment