આજકાલ અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકનું મોત થયું છે. યુવક બાઈક પર સવાર થઈને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં કોઈ અજાણ્યા વાહને યુવકની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.
જેના કારણે યુવક ફંગોળાઈને રોડ પર પડ્યો તો આ ઘટના માટે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેનું મોત થયું છે. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ રાજુ યાદવ હતું અને તેની ઉંમર 36 વર્ષની હતી. રાજુ યાદવ જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે બહારગામ ગયો હતો.
ત્યાં જન્મદિવસની ઉજવણી પૂર્ણ થયા બાદ તે પોતાની બાઇક લઈને સસરાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં ખૂબ જ ઝડપમાં આવતા કોઈ અજાણ્યા વાહને રાજુની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. લોકો કાંઈ સમજે તે પહેલા તો રાજુનું મોત થઈ ગયું હતું.
પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. પછી તો પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ અકસ્માતની ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી રહી છે. રાજુના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.
મૃત્યુ પામેલા યુવકને ત્રણ બાળકો છે. રાજુ ઘરમાં એક માત્ર કમાવનાર હતો. તેવામાં અચાનક જ રાજુનું મોત થતા પરિવાર આર્થિક રીતે પડી ભાંગ્યો છે. આ ઘટના બનતા જ ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment