હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આજથી બે ત્રણ દિવસ પહેલા એક મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને એક હવે પોલીસે ચોકાવનારો ખુલાસો કર્યો છે. મહિલાનો જીવ બીજા કોઈએ નહીં પરંતુ તેના સગા દીકરા અને છુટાછેડા લીધેલા પતિએ લીધો હતો. મળતી માહિતી અનુસાર બાપ દીકરાએ મળીને માતાનો જીવ લેવાનું પ્લાનિંગ કર્યું હતું.
પ્લાનના આધારે દીકરાને માતાના હાથ પકડ્યા હતા અને પછી છૂટાછેડા લીધેલા પતિએ ધારદાર વસ્તુ વડે પોતાની પત્નીના ગળા ઉપર પ્રહાર કર્યા હતા. જેના કારણે મહિલાનું મોત થઈ ગયું હતું. ત્યારબાદ મહિલાના મૃતદેહને કારમાં મૂકીને હાઇવે ઉપર લઈ ગયા હતા અને ત્યાં રસ્તાના બાજુમાં આવેલા એક ખાડામાં મૃતદેહ ફેંકી દીધું હતું.
આ ઘટનામાં વધુ બે લોકો પણ જોડાયેલા હતા. હાલમાં પોલીસે ચારેય આરોપીઓની ધડકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, બે ત્રણ દિવસ પહેલા પોલીસને એક મહિલાનું મૃતદેહ મળી આવ્યું હતું. મહિલાનું મૃતદે મળ્યું ત્યારે તેનો પુત્ર ગુમ હતો. મૃત્યુ પામેલી મહિલાનું નામ રાની હતું અને તેની ઉંમર 40 વર્ષની હતી. 22 વર્ષ પહેલા રાનીના લગ્ન થયા હતા. લગ્ન ચાર વર્ષ સુધી સરખા ચાલ્યા પછી પતિ પત્ની વચ્ચે અણબનાવ બનતા બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા.
રાનીને તેના પહેલા પતિથી બે પુત્ર છે. જેમાં મોટા દીકરાનું નામ છોટુ અને નાના દીકરાનું નામ વિનય છે. બંને દીકરાઓ પોતાની માતા સાથે રહેતા હતા. પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા બાદ થોડાક વર્ષો પછી રાણીએ વિજય સિંહ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. આ બંને વચ્ચે 15-16 વર્ષ સુધી સંબંધ ચાલ્યો હતો. લગભગ 8 મહિના પહેલા રાનીએ પોતાના બીજા પતિ વિજય સાથે પણ છૂટાછેડા લઈ લીધા હતા. જેનાથી વિજય ખૂબ જ નારાજ હતો અને તેને રાનીને મારી નાખવાની પણ ધમકી આપી હતી.
2 તારીખના રોજ રાની પોતાની માતાને મળવા માટે શહેરમાં ગઈ હતી. તેની સાથે તેનો નાનો પુત્ર વિનય પણ હતો. રાત્રે તેઓ પોતાના ઘરે પહોંચ્યા ત્યારે તેમના ઘરની પાસે એક ઇકો કાર ઊભેલી હતી. ત્યાં તેમનો છૂટાછેડા લીધેલો પતિ અને કેટલાક યુવકો ઉભેલા હતા. ત્યારબાદ બધાએ મળીને રાની અને વિનયને બળજબરી પૂર્વક કારમાં બેસાડીને લઈ ગયા હતા.
પછી આરોપી વિજય અને આરોપી દીકરા વિનયએ મળીને માતાનો જીવ લઈ લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે વિજયના છુટાછેડા થયા બાદ વિજય વિનયને માતાની વિરુદ્ધ ભડકાવ્યો હતો. જેના કારણે નાના દીકરાને પોતાની માતા પ્રત્યે ખૂબ જ નફરત આવી ગઈ. પછી બંને મળીને રાની નો જીવ લઇ લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment